Waghodia

નવી રચાયેલી વાઘોડિયા નગરપાલિકામાં પ્રમુખ તરીકે બ્રિજેશકુમાર ગોસ્વામીની પસંદગી

વાઘોડિયા નગરપાલિકાના પ્રથમ પ્રમુખ-ઉપપ્રમુખની વરણી
વડોદરા:
વડોદરા જિલ્લાના વાઘોડિયામાં નવી રચાયેલી નગરપાલિકા માટે પ્રથમ વખત યોજાયેલી ચૂંટણી બાદ પ્રમુખ, ઉપપ્રમુખ અને ચેરમેન પદની વરણી કરવામાં આવી હતી.

વાઘોડિયા નગરપાલિકાના પ્રમુખ તરીકે બ્રિજેશકુમાર હરિશ્ચંદ્ર ગોસ્વામીની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ પદે સંદીપકુમાર નરેન્દ્રસિંહ ડોડીયાની વરણી કરવામાં આવી હતી.

આ ઉપરાંત નગરપાલિકાના ચેરમેન પદે કૃણાલકુમાર બિપિનચંદ્ર મહેતાની પસંદગી કરવામાં આવી હતી.

નવી નગરપાલિકાની રચના બાદ પ્રથમ વખત થયેલી આ નિમણૂકોને લઈને સ્થાનિક રાજકીય વર્તુળોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. હવે નવી ટીમ પર વાઘોડિયા વિસ્તારના વિકાસ અને નાગરિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવાની જવાબદારી રહેશે.

Most Popular

To Top