Sports

બુમરાહ આઉટ ઓફ ફોર્મ, રોહિત ઈજાગ્રસ્ત, સતત 4 હાર પછી ટીમમાં મોટા ફેરફારની તૈયારી

IPL 2026માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) માટે બધું જ ખોટું થઈ રહ્યું છે. ટીમ સતત ચાર હાર ભોગવી ચૂકી છે અને કેમ્પમાં નિરાશા સ્પષ્ટ જોવા મળી રહી છે. ટીમના મુખ્ય ખેલાડીઓ, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ મેદાન પર પોતાની લાગણીઓને કાબૂમાં રાખવામાં નિષ્ફળ રહ્યા છે. રોહિત શર્મા ઈજાને કારણે ટીમ બહાર છે, પરંતુ મેદાનની બહારથી મેચ જોતા તેમની નિરાશા સ્પષ્ટ દેખાતી હતી. ફિલ્ડિંગ સેટિંગ અંગે તેઓ અસંતુષ્ટ હતા. બીજી તરફ, જસપ્રીત બુમરાહ પોતાની જૂની લયમાં નથી અને વિકેટ મેળવવામાં સંઘર્ષ કરી રહ્યો છે, જેના કારણે તે દબાણમાં દેખાયા હતા.

ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યાએ મેચ બાદ સ્વીકાર્યું કે હાલ ટીમની સ્થિતિ ખૂબ નબળી છે. તેણે ખુલ્લેઆમ કહ્યું કે, હાલમાં મારા પાસે કહેવા માટે કંઈ નથી. અમને ફરીથી વિચારવું પડશે કે અમારી ખામી ક્યાં છે, વ્યક્તિગત સ્તરે કે ટીમ તરીકે. હાર્દિકે આગળ કહ્યું કે હવે ટીમને કઠિન નિર્ણયો લેવા પડશે. અમારે નક્કી કરવું પડશે કે બદલાવ જરૂરી છે કે નહીં. હવે જવાબદારી લેવાનો સમય આવી ગયો છે, એમ તેમણે ઉમેર્યું. મુંબઈ ઈન્ડિયન્સના ઘણા સ્ટાર ખેલાડીઓ પણ અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યા નથી. સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, શાર્દુલ ઠાકુર અને ટ્રેન્ટ બોલ્ટ જેવા ખેલાડીઓ પણ ટીમમાં પોતાની જગ્યા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આગામી મેચોમાં કેટલાક મોટા ફેરફારો જોવા મળી શકે છે.

Most Popular

To Top