Anand

આણંદમાં રોયલ પ્લાઝા નજીક મકાનમાં ભીષણ આગ, AC સળગતા બેડરૂમ ખાખ

પ્રતિનિધિ, આણંદ તા 16
આણંદ શહેરમાં રોયલ પ્લાઝા નજીક આવેલા એક મકાનમાં અચાનક આગ લાગતા વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ ACમાં ખામી સર્જાતા આગ ભભૂકી ઊઠી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.

મકાનના પ્રથમ માળે આવેલા બેડરૂમમાં આગ વધુ ફેલાતા ભારે નુકસાન થયું હતું. આગની તીવ્ર ગરમી એટલી વધુ હતી કે રૂમમાં લાગેલા સિલીંગ ફેન પણ ઓગળી ગયા હતા. બેડ, કબાટ તેમજ અન્ય ઘરવપરાશનો કિંમતી સામાન આગની ઝપેટમાં આવી બળીને ખાખ થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતા આણંદ ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ફાયર કર્મચારીઓએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી, જેથી આગ અન્ય ભાગોમાં ફેલાતી અટકાવી શકાઇ હતી.
આ આગની ઘટનાને લઈને આસપાસના લોકોમાં ભારે ચિંતા ફેલાઈ હતી અને સ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ હોવાની માહિતી સામે આવી નથી.

Most Popular

To Top