India

ગ્વાલિયરમાં દુર્ઘટના: ખુલ્લા સીવર ચેમ્બરમાં પડતા મજૂરનું મોત

મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરમાંથી એક દુઃખદ અકસ્માત સામે આવ્યો છે, જ્યાં ખુલ્લા સીવર ચેમ્બરમાં પડી જતાં એક મજૂરનું મોત થયું છે. આ ઘટનાથી વિસ્તારમાં ભારે હલચલ મચી ગઈ છે અને નગરપાલિકા વ્યવસ્થાની બેદરકારી અંગે સવાલો ઉઠી રહ્યા છે.

માહિતી મુજબ, મજૂર કામ દરમિયાન રસ્તા પાસે આવેલા ખુલ્લા સીવર ચેમ્બરમાં અચાનક પડી ગયો હતો. ઘટના એટલી અચાનક બની કે આસપાસ હાજર લોકોને શું થયું તેની કઈ સમજણ એજ નાં પડી , બાદમાં સ્થાનિક લોકોએ તરત જ બચાવ કામગીરી શરૂ કરી અને મજૂરને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે તેને બહાર કાઢવામાં આવ્યો, ત્યા સુધી તેની મોત થઈ ચૂકી હતી.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, તે વિસ્તારમાં સીવર ચેમ્બર ખુલ્લું પડેલું હતું અને તેની આસપાસ કોઈ સુરક્ષા વ્યવસ્થા કે ચેતવણીનો બોર્ડ લગાવવામાં આવ્યો નહોતો. જેના કારણે આ ગંભીર અકસ્માત બન્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. સાથે જ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં ખુલ્લો સીવર ચેમ્બર જ આ દુર્ઘટનાનું મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક રહેવાસીઓએ નગરપાલિકાની બેદરકારી પર રોષ વ્યક્ત કર્યો છે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
આ ઘટનાએ ફરી એકવાર શહેરોમાં ખુલ્લા સીવર ચેમ્બરો અને સુરક્ષા વ્યવસ્થાની ગંભીર સમસ્યા સામે મૂકી છે. લોકોનો આક્ષેપ છે કે જો સમયસર યોગ્ય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હોત તો એક નિર્દોષ મજૂરની જાન બચી શકી હોત. હાલ પોલીસે જણાવ્યું છે કે સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top