Sports

કોહલી પાસે ઓપનીંગના સવાલ પર રાહુલનો સામો સવાલ : શું તમે ઇચ્છો છો કે હું બહાર બેસું?

દુબઈ,: કેએલ રાહુલને જ્યારે પૂછવામાં આવ્યું કે અફઘાનિસ્તાન સામેની મેચ દરમિયાન ટી-20 ઇન્ટરનેશનલમાં તેની પ્રથમ સદી ફટકારનાર વિરાટ કોહલીને વર્લ્ડકપમાં રોહિત શર્મા સાથે ઇનિંગ્સની શરૂઆત કરવી જોઈએ કે કેમ ત્યારે તે નવાઇ પામ્યો હતો અને તેણે સામો એવો સવાલ કર્યો હતો કે શું તમે એવું ઇચ્છો છો કે હું બહાર બેસું?આ ઓપચારિક મેચમાં રોહિતે બ્રેક લીધો હતો અને તેના કારણે કોહલીએ રાહુલ સાથે ઇનિંગની શરૂઆત કરી હતી. જો કોહલી ઇનિંગ્સની શરૂઆત કરે છે, તો તેનો અર્થ એ થશે કે ટી-20માં જેની બેટીંગના એપ્રોચ સામે સવાલો ઉઠી રહ્યા છે

તમે બે-ત્રણ સારી ઇનિંગ્સ રમો છો, તો તમારો આત્મવિશ્વાસ વધે છે

રાહુલને બહાર બેસવું પડશે. ભારતીય વાઇસ-કેપ્ટનનું માનવું છે કે કોહલીને મોટો સ્કોર બનાવવા માટે દાવની શરૂઆત કરવાની જરૂર નથી.જો તમે બે-ત્રણ સારી ઇનિંગ્સ રમો છો, તો તમારો આત્મવિશ્વાસ વધે છે. તેણે જે રીતે ઇનિંગ્સ રમી તેનાથી હું ખરેખર ખુશ છું. વિરાટ કોહલીને તમે બધા જાણો છો. તમે તેને વર્ષોથી રમતા જોતા આવ્યા છો. એવું નથી કે તેણે ઇનિંગ્સની શરૂઆત કરતાં જ સદી ફટકારી હોય. જો તે ત્રીજા નંબર પર બેટિંગ કરે તો પણ તે સદી ફટકારી શકે છે. તે ભૂમિકાઓ સાથે સંબંધિત છે અને દરેક ખેલાડીની પોતાની ભૂમિકા હોય છે. પરંતુ એ વાતને અવગણી શકાય નહીં કે જ્યારે ટીમનો શ્રેષ્ઠ બેટ્સમેન રન બનાવે છે ત્યારે તે ટીમનું મનોબળ પણ વધારે છે.

એક ટીમ તરીકે દરેક ખેલાડી માટે ક્રીઝ પર સમય પસાર કરવો મહત્વપૂર્ણ
રાહુલે કહ્યું, હતું કે ચોક્કસપણે, વિરાટની લાંબી ઈનિંગ્સનો ટીમને ઘણો ફાયદો થવાનો છે અને મને લાગે છે કે તે અફઘાનિસ્તાન સામે જે રીતે તેની ઈનિંગ રમ્યો તેનાથી તે ઘણો ખુશ હશે. તે તેની રમત પર કામ કરી રહ્યો હતો અને આજે તેને તેનો ફાયદો મળ્યો. એક ટીમ તરીકે દરેક ખેલાડી માટે ક્રીઝ પર સમય પસાર કરવો મહત્વપૂર્ણ છે.
રાહુલનો સ્પષ્ટ મત : કોહલીને બધા જ વર્ષોથી રમતા જોતા આવ્યા છે, એવું નથી કે તેણે ઇનિંગ્સની શરૂઆત કરતાં જ સદી ફટકારી હોય

Most Popular

To Top