SURAT

અજાણ્યાએ યુવક પાસે સિગારેટ માંગી ઝઘડો કર્યો અને ચપ્પુના ચાર-પાંચ ઘા મારી આંતરડું બહાર કાઢી નાખ્યું

સુરત: ભેસ્તાન-ઉન પાટિયા ખાતે શેરડીના રસની (Sugercan Juice) લારી ચલાવતા યુવક પાસે ગઈકાલે મધરાતે ત્રણ અજાણ્યાએ સિગારેટની માંગણી કરી ઝઘડો કર્યો હતો. બાદ ચપ્પુના (Knife) ચારથી પાંચ ઘા મારી હત્યાનો (Murder) પ્રયાસ કરી ભાગી ગયા હતા. પાંડેસરા પોલીસે (Police) આ અંગે ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઉન પાટિયા ગોલ્ડન આવાસમાં રહેતો 31 વર્ષીય ચંદ્રભાન યાદરામ કોરી ઉન પાટિયા પાસે શેરડીના રસની લારી ચલાવે છે. ગત તા.7 તારીખે રાત્રે લારી બંધ કરી પગપાળા ઘરે જતો હતો. ત્યારે ભેસ્તાન ગોલ્ડન ફ્લેટ પાસે બાઇકસવાર ત્રણ અજાણ્યાએ ચંદ્રભાન પાસે સિગારેટ માંગી હતી. પરંતુ ચંદ્રભાને સિગારટ નથી એમ કહેતાં તેની સાથે ઝઘડો કરી નીકળી ગયા હતા. થોડીવારમાં જ ત્રણેય પરત આવ્યા હતા. અને ચંદ્રભાનને ઉપરાછાપરી ચપ્પુના ચારથી પાંચ ઘા મારી આંતરડું બહાર કાઢી ભાગી ગયા હતા. ચંદ્રભાને તુરંત જ તેના હમવતની રૂમ પાર્ટનર સુબેચંદને કોલ કરતાં ચંદ્રભાનનો ભાઇ મનોજ દોડી આવ્યો હતો. મનોજે ચંદ્રભાનને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હાલ તે સારવાર હેઠળ છે. પાંડેસરા પોલીસે મનોજની ફરિયાદના આધારે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

વિસર્જન યાત્રામાં રિંગ રોડ અને ડુમસમાં મોબાઇલ ચોરાયા, ત્રણ-ચાર સગીરને મેથીપાક ચખાડાયો
રિંગ રોડ ઉપર કેટલીક જગ્યાએ મોબાઇલ ચોરીના બનાવો બન્યા હતા. દરમિયાન લોકોએ જ એક શકમંદ યુવકને પકડી માર પણ મારી લીધો હતો. સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે સ્પીકર પર અપીલ કરી લોકોને સાવચેત રહેવા માટે જણાવ્યું હતું. પોલીસે લોકોને પોતાના મોબાઇલ તેમજ પર્સનું ધ્યાન રાખવાની અપીલ કરી હતી. ઉપરાંત ડુમસમાં પણ કેટલાક લોકોના મોબાઇલ ચોરાયા હતા. બે સગીર મોબાઇલ ચોરીનો પ્રયાસ કરી રહ્યા હોય લોકોએ તેને પકડી પાડી મેથીપાક પણ આપ્યો હતો અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

Most Popular

To Top