Business

Meta માં મોટી છટણીનો એલાન! AI માટે 8,000 કર્મચારીઓને અલવિદા

ટેક દુનિયામાં હલચલ AI સ્ટ્રેટેજી માટે workforce રીશેપિંગ શરૂ

અમેરિકાની ટેક જાયન્ટ Meta Platforms દ્વારા ફરી એક વખત મોટી છટણી કરવાની તૈયારી ચાલી રહી છે. રિપોર્ટ મુજબ, કંપની અંદાજે 8,000 કર્મચારીઓને નોકરીમાંથી દૂર કરવાની યોજના બનાવી રહી છે, જે તેની કુલ workforce ના લગભગ 10% જેટલા થાય છે. આ છટણીનો પહેલો તબક્કો 20 મે 2026 થી શરૂ થવાનો છે. આ પછી વર્ષના બીજા ભાગમાં વધુ છટણીઓ પણ થઈ શકે છે, જોકે તેની સંપૂર્ણ વિગતો હજી જાહેર કરવામાં આવી નથી. કંપનીના અધિકારીઓ આ નિર્ણયને AI વિકાસ અને ઓપરેશનલ કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને લઈ રહ્યા છે.

Meta ના CEO Mark Zuckerberg છેલ્લા કેટલાક સમયથી Artificial Intelligence પર મોટાપાયે રોકાણ કરી રહ્યા છે. કંપની પોતાના બિઝનેસ મોડલને AI કેન્દ્રિત બનાવવાના પ્રયાસમાં છે, જેથી ઓછા માણસબળ સાથે વધુ કામ થઈ શકે. આ પગલું કંપનીની અંદરની રચનામાં મોટા ફેરફાર લાવી શકે છે. ટેક ઈન્ડસ્ટ્રીમાં હાલ AI ને કારણે workforce ઘટાડવાનો ટ્રેન્ડ વધતો જાય છે. Amazon, Snap અને અન્ય કંપનીઓએ પણ આવી જ છટણીઓ કરી છે. કંપનીઓ હવે automation અને AI દ્વારા ખર્ચ ઘટાડવા અને efficiency વધારવા પર ભાર મૂકી રહી છે.

Meta એ આ પહેલા પણ 2022-23 દરમિયાન “Year of Efficiency” હેઠળ હજારો કર્મચારીઓને છટણી કરી હતી. હવે ફરી એકવાર AI પર ફોકસ વધતા કર્મચારીઓ માટે અનિશ્ચિતતા ઉભી થઈ છે. આ નિર્ણયથી ટેક ક્ષેત્રમાં નોકરીઓની સુરક્ષા અંગે પ્રશ્નો ઉભા થયા છે, અને આગામી સમયમાં AI કેવી રીતે રોજગાર પર અસર કરશે તે ચર્ચાનો વિષય બન્યો છે.

Most Popular

To Top