Charchapatra

શું રોજ દસ હજાર પગલા ચાલવા જોઈએ?

હમણાં રોજ ૧૦,૦૦૦ પગલા ચાલવાની પ્રથા પ્રચલિત છે. હકીકતમાં એવા કોઈ ચોક્કસ અભ્યાસ દ્વારા સાબિત નથી થયું કે ૧૦,૦૦૦ પગલા જ તંદુરસ્તી માટે ફાયદાકારક છે. આ કોઈ એવો કોઈ જાદુઈ આંકડો નથી. ૧૦,૦૦૦ કરતાં પણ જો આપ રોજ ઓછા પગલા ચાલશો તો પણ શરીરને ફાયદો થાય જ  છે.  કોઈપણ વ્યક્તિને ચાલવા માટે, પ્રોત્સાહિત કરવા માટે જો ધ્યેય ૨૦૦૦ કે ૨૧૦૦ પગલાનો રાખીશું તો તે સહેલાઈથી હાંસલ થશે અને વ્યક્તિમાં વિશ્વાસ આવશે. ત્યારબાદ ધીમે ધીમે દર અઠવાડિયે ૧૦૦ કે ૨૦૦ પગલા વધારતા જઈશું તો ચોક્કસ તે વ્યક્તિ પોતાનો ધ્યેય હાંસિલ કરી શકશે અને વધારે પગલા ચાલવા, કસરત કરવા પ્રેરાશે .

અઠવાડિયામાં જો ઓછામાં ઓછા પાંચ દિવસ નિયમિત રીતે ચાલશે તો તે વ્યક્તિ સક્રિય પણ રહેશે. ૧૦,૦૦૦ પગલા એ તંદુરસ્ત વ્યક્તિ માટે છે. સામાન્ય વ્યક્તિ જે ચાલવાનું શરૂ કરવા વિચારે છે , તે રોજની તમામ જવાબદારી, સમયનો અભાવ, ચિંતા તથા અન્ય કારણસર ધ્યેય હાંસલ કરવામાં નિષ્ફળ જવાથી શરૂઆતથી જ તે  ડગમગી જાય છે અને ચાલવાનું પણ છોડી દે છે. પરંતુ ધીમે ધીમે નિયમિત રીતે જો તમે ૫૦૦૦ થી  ૬૦૦૦ પગલા ચાલશો તો તે પણ તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે જ.
અમેરિકા -ડૉ ચંદ્રેશ જરદોશ     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.            

Most Popular

To Top