દેશ બહુ અજીબોગરીબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હોય એવું પ્રતીત થાય છે. ડુપ્લીકેટ અને ભેળસેળ લોકોને કોઠે પડી ગયું છે. ડુપ્લીકેટ નોટ, કોર્ટ, વકીલ, પોલીસ, ટોલનાકું ઈત્યાદિ તો સાંભળ્યું હતું પરંતુ હમણાં સુરતમાં ડુપ્લીકેટ ડિમોલિશનની વિચિત્ર અને અજીબ કહી શકાય એવી ઘટના બની. કોઈપણ પ્રકારની આગોતરી નોટિસ આપ્યાં વગર લગભગ સો જેટલા પરિવારો રઝળી પડે એવી રીતે એમના ઘરો પર બુલડોઝર ફરી વળ્યાં. તાજ્જુબની વાત તો એ છે કે એસ. એમ. સી. ના અધિકારીઓએ માથે ઊભા રહીને ડિમોલિશન કરાવ્યું અને હવે કહે છે કે અમે નથી કરાવ્યું.
કઈ રીતનું દેશમાં તંત્ર ચાલે છે એ જ સમજ નથી પડતી. એક તરફ દેશમાં કરોડોના પ્રોજેક્ટ લોન્ચ થઈ રહ્યા છે તો બીજી બાજુ સામાન્ય કહી શકાય એવી પોસ્ટ ઓફિસમાં પાસબુક મળતી નથી. એક તરફ દેશ સુરક્ષિત હાથોમાં હોવાની ડંફાસો મારવામાં આવે છે અને બીજી બાજુ નીટની એક્ઝામના પેપર સુરક્ષિત નથી, એટલું જ નહીં વળી પરીક્ષાના પેપરની સુરક્ષા લશ્કરને સોંપવામાં આવે એ કેવી વિડંબના. રાજા કિલ્લો જીતવાના સ્વપ્ન બતાવે છે પણ લશ્કર ક્યાં લડે છે એની જ ખબર નથી…
સુરત – પ્રેમ સુમેસરા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.