ડભોઈ, તા. 15 (પ્રતિનિધિ):
કેન્દ્ર સરકારના 12 વર્ષના વિકાસમય શાસનની ઉજવણી અંતર્ગત ચાલી રહેલા વિવિધ જનજાગૃતિ, લોકસેવા અને પર્યાવરણ સંરક્ષણના કાર્યક્રમોના ભાગરૂપે ડભોઈ તાલુકામાં “એક પેડ માં કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાયા હતા.
સૌપ્રથમ કેલનપુર સ્થિત દાદા ભગવાન મંદિરના પ્રાંગણમાં મંદિર ટ્રસ્ટના સહયોગથી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને તાલુકા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ શાહના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ ડભોઈના વઢવાણા રોડ પર આવેલી સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે મહિલા પ્રિન્સિપાલ એ.એમ. ચૌધરી, વન વિભાગના આર.એફ.ઓ. પ્રિતેશકુમાર પ્રજાપતિ તથા ITI સ્ટાફના સહયોગથી “એક પેડ માં કે નામ” કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ ITIમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ ટેકનિકલ કિટ તેમજ વિવિધ એન્જિનિયરિંગ વિભાગોની મુલાકાત લઈ તાલીમ અને શૈક્ષણિક સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી.
આ પ્રસંગે તાલુકા ભાજપ ઉપપ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ, ડભોઈ શહેર પ્રમુખ દિક્ષિતભાઈ દવે, મહામંત્રી કિરીટભાઈ વસાવા, યુવા પ્રમુખ જય પટેલ, બક્ષીપંચ મોરચા પ્રમુખ કેયુર ઠાકોર, લઘુમતી મોરચા પ્રમુખ સઈદભાઈ મનસુરી, બંકિમભાઈ પુરોહિત, રાકેશભાઈ અંબાલિયા, વિશાલભાઈ શાહ, દત્તુસિંહ સહિત મહિલા મોરચાની બહેનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
(સઈદ મનસુરી, ડભોઈ)
ફોટો 📸