National

રાજા ચાર્લ્સ સત્તાવાર રીતે બ્રિટનના નવા રાજા, શાહી કુટુંબના અનેક સભ્યોના ટાઇટલ બદલાશે

નવી દિલ્હી: શનિવારે સેન્ટ જેમ્સ પેલેસ ખાતે એક્સેશન કાઉન્સિલની બેઠકમાં રાજા ચાર્લ્સને સત્તાવાર રીતે બ્રિટનના (Britain) નવા રાજા (King) તરીકે જાહેર કરવામાં આવશે. કિંગ, હવે લંડનની મુસાફરી કરી રહ્યા છે, યુએલના વડા પ્રધાન લિઝ ટ્રસને મળશે અને આજે પછીથી બ્રિટનને ટેલિવિઝન સંબોધન કરશે. સ્કોટલેન્ડના બાલમોરલ કેસલમાં તેણીએ અંતિમ શ્વાસ લીધા ત્યારે ચાર્લ્સ રાણીના પલંગ પાસે હતા. દરમિયાન, ભારતે ક્વીન એલિઝાબેથના નિધન પર આદરના ચિહ્ન તરીકે 11 સપ્ટેમ્બરના રોજ એક દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે. વિશ્વભરમાંથી શોકની લાગણી વરસી રહી છે.

96 વર્ષીય રાણીના અવસાન બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેણીને ‘અમારા સમયની અદભૂત’ તરીકે યાદ કરતાં કહ્યું કે તેણીએ તેમના રાષ્ટ્ર અને લોકોને પ્રેરણાદાયી નેતૃત્વ પૂરું પાડ્યું અને જાહેર જીવનમાં વ્યક્તિત્વ પ્રતિષ્ઠા અને શાલીનતા પ્રદાન કરી. પ્રાપ્ત અહેવાલ મુજબ, બ્રિટનનો શાહી પરિવાર શોકનો સમયગાળો મનાવશે. જે રાણીના અંતિમ સંસ્કાર પછી સાતમા દિવસે સમાપ્ત થાય છે, જેમાં શાહી નિવાસસ્થાનો પર ધ્વજ અડધા ઝૂકેલા રહેશે. જોકે, પેલેસે અંતિમ સંસ્કાર ક્યારે કરવામાં આવશે તે જણાવ્યું ન હતું, પરંતુ તે તેના મૃત્યુના લગભગ 11 દિવસ પછી થાય તેવી શક્યતા છે. રાણી મોડેથી તબિયત સારી ન હતી અને તબીબી દેખરેખ હેઠળ હતાં. કારણ કે, ડોક્ટરો મહારાણીના સ્વાસ્થ્ય માટે ચિંતિત હતા.
હાઉસ ઓફ કોમન્સની શ્રદ્ધાંજલિ સભામાં, ‘ભૂતપૂર્વ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને કહ્યું હતું કે, ”રાણી એલિઝાબેથે દુનિયાને ન માત્ર વિશ્વ પર શાસન કેવી રીતે કરવું એ બતાવ્યું પણ પ્રેમ કરતાં પણ શીખવ્યું.”

કિંગ ચાર્લ્સ તેમની માતા રાણી એલિઝાબેથના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા હોવા છતાં ફરજ અને સેવાની સ્પષ્ટ ભાવના જાળવી રાખે છે, બ્રિટિશ વડા પ્રધાન લિઝ ટ્રુસે શુક્રવારે સાંજે દેશના નવા રાજા સાથે વાત કરતાં જણાવ્યું હતું.
ટ્રુસે સંસદમાં જણાવ્યું હતું કે, ”હું ગુરુવારે રાત્રે મહામહિમ સાથે વાત કરવા માટે આભારી હતી અને મારી સંવેદના વ્યક્ત કરી હતી. તેઓ શોક વ્યક્ત કરે છે તેમ છતાં તેમની ફરજ અને સેવાની ભાવના સ્પષ્ટ છે.”

શાહી કુટુંબના અનેક સભ્યોના ટાઇટલ બદલાશે
લંડન: પ્રિન્સ ચાર્લ્સ હવે બ્રિટનના નવા રાજા બન્યા બાદ તેમના મોટા પુત્ર પ્રિન્સ વિલિયમ હવે પાટવી કુંવર બનશે અને તેઓ ડ્યુક ઓફ કોર્નવોલ તરીકે ઓળખાશે, જે ટાઇટલ અત્યાર સુધી તેમના પિતા પ્રિન્સ ચાર્લ્સ પાસે હતું. આ જ રીતે કેટ મિડલટન ડચેસ ઓફ કોર્નવોલ બનશે. ચાર્લ્સના નાના પુત્ર હેરી અને પુત્રવધુ મેગનના ટાઇટલ બદલાશે નહીં પણ તેમના સંતાનો ટેકનીકલ રીતે રાજકુમાર અને રાજકુમારી બનશે.

પ્રિન્સ હેરી અને મેઘન માર્કલનો પુત્ર આર્ચી માઉન્ટબેટન-વિન્ડસર, બ્રિટનની રાણી એલિઝાબેથ IIના મૃત્યુ બાદ હવે તક્નિકી રીતે રાજકુમાર છે. શુક્રવારે મીડિયા અહેવાલો અનુસાર, તેની માતાએ વિવાદાસ્પદ રીતે દાવો કર્યો તેના એક વર્ષ બાદ આ બિરુદ એમ કહીને નકારી દેવામાં આવ્યું હતું કેમ કે, આર્ચી તેની માતાની જાતિનો છે. ધ ગાર્ડિયન અખબારે અહેવાલ આપ્યો છે કે, તેમની નાની બહેન લીલીબેટ “લીલી” પણ રાજકુમારી બનવા માટે હકદાર છે. સસેક્સના ડ્યુક અને ડચેસ હેરી અને મેઘન માર્કલ તેમના રોયલ ટાઇટલમાં કોઈ ફેરફાર જોશે નહીં.

Most Popular

To Top