SURAT

વરસાદી માહોલ વચ્ચે ગુરુવારે સાંજે તાપી નદીમાં વિજળી પડી હતી તેવો વીડિયો સો.મિડિયામાં વાયરલ

સુરત: ગુરુવાર રાતથી જ શહેરભરમાં વરસાદી માહોલ (Rain) છવાયો છે. ગુરુવારની રાત્રિએ કડાકા ભડાકાભેર મેઘરાજા વરસ્યા હતા. મળતી માહિતી મુજબ શહેરમાં રાત્રિના સમયે તાપી નદીમાં (Tapi River) વીજળી પડી હતી જો કે આ અંગે કોઈ જાણકારી તંત્ર પાસેથી મળી આવી નથી પરંતુ આ વીડિયો (Video) સોશિયલ મીડિયામાં (Social Media) ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.

ધરમપુરના હથનબારી ગામે ખેતરમાં યુવાન ઉપર વીજળી પડતાં મોત
ધરમપુર: ધરમપુર તાલુકાના હથનબારી ગામના મહાલ ફળીયામાં રહેતાં ચેતન રામુ ગાંવિત ઉવ.28 જે પોતાના ખેતરમાં સાફ સફાઈનું કામ કરી રહ્યો હતો. ખેતરમાં કામ કરતી વેળા અચાનક ગાજવીજ સાથે મૂશળધાર વરસાદ પડતાં વરસાદથી બચવા માટે ચેતન ઝાડની નીચે ઉભો રહી ગયો હતો. તેજ અરસામાં અચનાક વીજળી પડતાં ઝાડ નીચે ઉભેલા ખેડૂત ચેતન ગાંવિત જમીન પર પટકાતા બેભાન થઈ ગયો હતો. ચેતન ને ખાનગી વાહનમાં સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે તાત્કાલિક લઈ જતાં જયાં તબીબે ચેતનને વીજળી પડવાથી મોત નિપજ્યું હોવાનું જણાવ્યું હતું. જે અંગેની જાહેરાત સતિષ રામુ ગાંવિતએ ધરમપુર પોલીસ મથકે નોધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી.

મેઘરાજાએ પણ આપી બાપ્પાને વિદાય, મોડી સાંજે મેઘમહેર
સુરત: આજે શ્રીજીને વિદાય આપવામાં આવી રહી છે ત્યારે મેઘરાજા (Rain) પણ તેમને વિદાય આપી રહ્યું હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે. બાપ્પાના વિસર્જન સમયે મેધરાજા પણ વસ્યા છે અને બાપ્પાને વિદાય આપી રહ્યા છે. સુરતના ઉધના-મગદલ્લા રોડ (Road) ઉપર મેઘરાજાની પઘરામણીને કારણે બાપ્પાને કોથળીથી રેઈનકોટની (Raincoat) જેમ ઢાંકવામાં આવ્યાં હતાં.

મળતી માહિતી મુજબ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્તા ઉધના-મગદલ્લા રોડ ઉપર એક સાથે 10 થી વધુ વિશાળ પ્રતિમાઓ વિસર્જન માટે નીકળી હતી ત્યારે આ પ્રતિમાઓને મેઘમહેરથી બચાવવા માટે પ્લાસ્ટિકની કોથળી થી રેઈનકોટ ની જેમ ઢાંકવામાં આવી છે. જણાવી દઈએ કે કદાવાર મૂર્તિનું વિસર્જન ડુમ્મસ તેમજ હજીરા ખાતે કરવામાં આવે છે. હજીરા ખાતે તંત્ર દ્વારા 14 જેટલી ક્રેઈનની પણ વ્યવસ્થા પણ કરવામાં આવી છે જયાં કોઈ પણ જાતના વિધ્નવગર કદાવાર પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવે છે.

Most Popular

To Top