મોરબીમાં ઝુલતો પુલ તૂટવાની હોનારતમાં મોતનો આંક 135ને પાર થઈ ગયો છે. હજુ એક વ્યક્તિ લાપત્તા છે. સેંકડો ઈજાગ્રસ્ત થયા છે. મોરબીમાં...
સુરત : ઉધનામાં (Udhna) એક મહિનાથી પત્નીથી અલગ ભાડાની રૂમમાં રહેતા 63 વર્ષિય વૃદ્ધે સ્યુસાઇડ નોટ (Suicide Note) લખી ફાંસો ખાઇ લીધો...
સુરત: વરાછા બરોડા પ્રિસ્ટેજ એન્ટરપ્રાઈઝ બેસ્ટ મોબાઈલ રિચાર્જ (Mobile Recharge) નામની એપ્લિકેશન (Application) બનાવી ગુગલ પ્લે સ્ટોરમાં મોબાઈલ રિચાર્જ કરાવી આપવાની વોટ્સએપ,...
સુરત: અડાજણમાં (Adajan) રહેતો કાપડ વેપારી (cloth Merchant) તેની માતાની માનતા પુરી કરવા પરિવાર સાથે વીરપુર (Virpur) ગયો હતો. ત્યારે તેમના બંધ...
સુરત : રાંદેર (Rander) વિસ્તારમાં મયુર ફ્લેટ્સ એપાર્ટમેન્ટના ત્રીજા માળે ફ્લેટ નંબર 301 માંથી ગેરકાયદેસર મેફેડ્રોન ડ્રગ્સનો (MD Drugs) જથ્થો 13.080 ગ્રામ...
સુરત : સુરત ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ એસોસીએશન (SDCA)ના ચાર ખેલાડીઓની (Players) પસંદગી ગુજરાતની અન્ડર-19 કુચ બિહાર ટ્રોફીમાં (Bihar Trofi )થઈ છે, જેમાંથી રૂદ્ર...
સુરત : ઉધના (Udhna) વિસ્તારમાં રહેતા બે તરૂણોએ ટ્રેન (Train) ઉપર લખેલા હેલ્પલાઇન નંબર (Healp Line) ઉપર મેસેજ કરીને બાંદ્રા-બિકાનેર (Bandra-Bikaner) રાણકપુર...
દુબઈ, તા. 02 : ભારતીય ટીમ (Team India) બાંગ્લાદેશ સામે રમવા મેદાનમાં ઉતરી ત્યારે જ ટીમ ઈન્ડિયાનો આક્રમક અને 360 ડિગ્રી બેટ્સમેન...
વાપી: વાપી જીઆઈડીસીના (Vapi Gidc) જે ટાઈપ રોડ પર એક ટોળાંએ બાઈક પર જઈ રહેલા યુવાનને રોકી જૂની અદાવતમાં લોખંડના સળિયા અને...
અમદાવાદ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ જગદીશ ઠાકોરે (Jagdish Thakor) ગુજરાત હાઈકોર્ટના (Gujrat High cort) જજને વિનંતી પત્ર લખીને મોરબી (Morbi) દુર્ધટના...
ગાંધીનગર: મોરબી (Morbi) કેબલ બ્રિજ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર રાજ્યના નાગરિકોના દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે નવા સચિવાલય, (New Secretariat) ગાંધીનગર (Ghandhi...
ગાંધીનગર: ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ તબકકામાં ૧૨૭ નવા ફરતા પશુ દવાખાનાઓ (Mobile Animal Hospital) મંજુર કરવામાં આવ્યા છે. આ નવીન ૧૨૭...
અમદાવાદ: મોરબી (Morbi) ઝુલતા પુલ દુર્ઘટનામાં (Tragedy) હજુ પણ કેટલાક લોકો ગુમ (Missing) હોવાની માહિતી મળી રહી છે, પરિણામે વહીવટી તંત્ર દ્વારા...
ઝઘડિયા : જિલ્લા એલસીબીએ (LCB) ઝઘડિયાથી કડિયા ડુંગર તરફ જવાના રોડ પર દરિયા ગામની સીમમાંથી ૬૭૨ નંગ બિયરના ટીન (Beae Tin) ઝડપી...
દેલાડ: ઓલપાડ (Olpad) તાલુકાના દેલાડ ગામે (Delad Village) જીવનરક્ષા હોસ્પિટલની બાજુમાં આવેલ સાંઇલાલા સોસાયટીના મકાન નં.10માં સંકેતકુમાર ખુમાનસિંહ સોલંકી રહે છે.તે આ...
સુરત : સુરત જિલ્લાના પલસાણા (Palsana) ચાર રસ્તા ખાતે કેસરી નંદન પેટ્રોલપંપની બાજુમાં આવેલ સિદ્ધિ કોમ્પલેક્સમાં રાત્રિના 2.28 વાગ્યાની આસપાસ એક સ્કોર્પિયો...
બારડોલી : સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) ઘરફોડ ચોરી અને વાહન ચોરીના કુલ ચાર ગુના ઉકેલી કાઢ્યા હતા. પોલીસે (Police) ચોર...
બારડોલી : (Bardoli) ચર્ચાસ્પદ બનાવટી (Forged) ભારતીય (Indian) ચલણી નોટ (Currency Note) કેસમાં નોટ છપાવી સપ્લાય કરનાર મુખ્ય આરોપીને સુરત ગ્રામ્ય પોલીસે...
બીલીમોરા : આંતલિયા ગામમાં ઘર પાસે કપડાં ધોવા બેસેલી મહિલાને (woman) જંગલી ભૂંડે (Wild Boar) હુમલો (Attack) કરતા મહિલા ઘાયલ કરી નાંખી...
ઇન્ડોનેશિયા : ‘લગ્ને લગ્ને કુંવારો’ કહેવતતો સાંભળી હશે. પણ લગ્ન બાદ પણ અનેક લગ્ન (Marriage) તેવું કહેવું કહેવામાં જરાય અતિશિયોકિત અનુભવ નથી...
નવી દિલ્હી: રશિયા(Russia)ના રાષ્ટ્રપતિ(President) વ્લાદિમીર પુતિન(Vladimir Putin)ની તબિયત સારી નથી. તેની તાજેતરની તસવીરો ઇન્ટરનેટ પર જોવા મળી રહી છે જેમાં તેના હાથ...
નવી દિલ્હી: જ્યારથી T20 વર્લ્ડ કપની (World Cup 2022) શરૂઆત થઇ છે ત્યારથી વિરાટ કોહલી (Virat Kohli) પોતાના ફુલ ફોર્મમાં દેખાઈ રહ્યા...
દેલાડ: ઓલપાડ તાલુકાના સાયણ-સિવાણ રોડ ઉપર આવેલી એક સ્કૂલના શિક્ષકનો હેવાનિયતભર્યો કિસ્સો સામે આવ્યો છે. આ બદમાશ શિક્ષકે પોતાની જ સ્કૂલના ધો-૯...
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) કહ્યું કે, ‘ભારત 25 વર્ષમાં એટલે કે વર્ષ 2047 સુધીમાં એક વિકસિત રાષ્ટ્ર તરીકે...
નવી દિલ્હી: રશિયા-યુક્રેન (Russia-Ukraine) યુદ્ધ(War) વચ્ચે ઉત્તર(North) અને દક્ષિણ કોરિયા(South Korea) વચ્ચે પણ તણાવ વધી ગયો છે. છેલ્લા 70 વર્ષમાં પહેલીવાર એવું...
અમદાવાદઃ મહેસાણા (Mahesana) રેલવે પોલીસ (Railway Police) કંટ્રોલ રૂમને (control Room) જોધપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં (Jodhpur superfast express train) બોમ્બ (Bomb) મુક્યો હોવાનો...
ચીન: સમગ્ર વિશ્વને કોરોના (Corona) મહામારીમાં ધકેલનાર ચીનમાં (China) ફરી એક વાર કોરોનાનો ભય ત્રાટક્યો છે. ત્યારે સરકાર તરફથી ઝીરો કોવીડ પૉલિસી...
વોશિંગ્ટન: સાઉદી અરેબિયા(Saudi Arabia)એ અમેરિકા(America)ને ચેતવણી આપી છે કે ઈરાન(Iran) મોટા હુમલા (Attack)ની તૈયારી કરી રહ્યું છે. સાઉદી અરેબિયા ઈરાનના નિશાના પર...
સુરત: ફૂડ એન્ડ ડ્રગ વિભાગ (Food And Drug Department) અને સુરત પોલીસની (Surat Police) એસઓજી ટીમે આજે વરાછાના એક મેડીકલ સ્ટોરના (Medical...
માર્ક તુલી ‘ધ વોઇસ ઑફ ઇન્ડિયા’ના નામથી જાણીતા છે. આજના યુગમાં જ્યારે નાનાં અમથા વિષયને લઈને પણ અનેક મત પ્રગટ થાય છે...
સયાજીગંજની ક્લિક હોટેલમાં વીજ મીટરમાં શોર્ટ સર્કિટથી આગ
કરજણના બોડકા ગામે કિશોરની હત્યા, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નજીકથી મળ્યો 14–15 વર્ષીય કિશોરનો મૃતદેહ
શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 500 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,300 પાર
હાલોલ તાલુકા પંચાયતની 3 બેઠકો ભાજપ બિનહરીફ, બાકી બેઠકો પર ત્રિપાખીયો જંગ
આંધ્રના કુર્નૂલમાં ટ્રક-બોલેરોનો ભીષણ અકસ્માત, તીર્થયાત્રાએ જતાં 8 શ્રદ્ધાળુઓનો કરૂણ અંત
પબ્લિક ફિગર હોવાની ભારે કીમત ચૂકવવી પડે છે: જાહન્વી કપૂર
રીલ્સમાં નહીં, રિયલમાં બહાર આવો! વડોદરામાં ચૂંટણી પહેલા પોસ્ટરથી મચ્યો ખળભળાટ
વડોદરા : અટલાદરામાં ગેસ રીફીલીંગ કૌભાંડનો પર્દાફાશ, ગેસની ચોરી કરતા બે ઝડપાયા
વન ડે વન રોડ ના દાવાઓ વચ્ચે ફતેપુરા મંગલેશ્વર ઝાંપામાં ગંદકીનું સામ્રાજ્ય
કૈલાશ ખેર : લકીર કાફકીર નથી
ત્રીજી આંખનો ખેલ, શું ચીની સેટેલાઇટથી ઈરાનના હુમલા વધુ ઘાતક બન્યા? રિપોર્ટથી ચકચાર
પૂનમ સિન્હા કેટલીવારનાની બનશે?
અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં છતનો સ્લેબ ધરાશાયી થતા વિદ્યાર્થીને ઈજા
“હું આ ચૂંટણી પૈસા માટે નથી લડી રહી, પ્રજાની સેવા માટે મેદાનમાં ઉતરી છું. ગમે તેટલી લાલચ આપો, છતાં ફોર્મ પાછું ખેંચવાની નથી”
પીળું બટન નહીં દબાવો તો મત માન્ય નહીં ગણાય
ભાવનગર કોંગ્રેસ પ્રમુખને પોલીસ વિના કારણે ઉઠાવી ગઈ: કોંગ્રેસ
મદાર–પાલનપુર રેલખંડ પર ટ્રાફિક બ્લોક- સાબરમતી–જોધપુર – જોધપુર–સાબરમતી ટ્રેન રદ- અનેક માર્ગ પરિવર્તિત
અમદાવાદમાં છેલ્લે દિવસે કોંગ્રેસનો ખેલ પડી ગયો, 3 ઉમેદવારે ફોર્મ ખેંચ્યા
ભાવનગર-અમરેલીમાં જગદીશ વિશ્વકર્માની લલકાર : ‘કોંગ્રેસ પાસે નથી વિઝન કે મિશન, તેમનો એજન્ડા માત્ર પ્રજાને ભ્રમિત કરવાનો’
પંચાયતથી પાર્લામેન્ટ સુધી મહિલાઓની ભાગીદારી ‘વિકસિત ભારત’નો પાયો બનશે – હર્ષ સંઘવી
વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનો સંકલ્પ: મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ‘નારી શક્તિ’ને બિરદાવી, મહેસાણામાં વિકાસની રાજનીતિ પર ભાર મૂક્યો
ગરમી ફુલ ફોર્મમાં, 40 ડિગ્રીમાં ગુજરાત શેકાયું
રાજ્યની 600થી વધુ બેઠકો પર બિનહરીફ, 5 નગરપાલિકામાં કબજે
કડીમાં નીતિન પટેલનો ગઢ અકબંધ, 28 બેઠક બિનહરીફ
એસટીમાં કોઈ સમસ્યા છે?, QR કોડ સ્કેન કરો અને રેટિંગ આપો
‘ખાન’દાન થયું કેઝ્યુઅલ:‘સિંઘ’ ઇસ કિંગ તો ‘કપૂર’ બતાવે ‘કૌશલ’
લો બોલો! સુરતમાં પનીર પછી હવે નકલી ઘીનો પર્દાફાશ, 2000 કિલોથી વઘુ નકલી ઘીનો જથ્થો પકડાયો
હોરર-કોમેડી ભૂત બંગલાનો ક્રેઝ, પ્રિવ્યૂ પહેલા જ સારો રિસ્પોન્સ, એડવાન્સ બુકિંગમાં 34 હજારથી વધુ ટિકિટ વેચાઈ
RSS અથવા ABVPની પૃષ્ઠભૂમિ ન હોવા છતાં સમ્રાટ ચૌધરી બિહારના મુખ્ય મંત્રી કેવી રીતે બન્યા?
જમીન ભીની રાખો
મોરબીમાં ઝુલતો પુલ તૂટવાની હોનારતમાં મોતનો આંક 135ને પાર થઈ ગયો છે. હજુ એક વ્યક્તિ લાપત્તા છે. સેંકડો ઈજાગ્રસ્ત થયા છે. મોરબીમાં થયેલી દુર્ઘટના નવી નથી. દુનિયા અને દેશમાં આવી અનેક ઘટનાઓ બને છે. મંદિરોમાં ભાગદોડ થવી અને તેમાં ભક્તોના મોત થવાની ઘટનાઓ અનેક વખત બની છે. હોડીઓમાં ક્ષમતા કરતાં વધારે વ્યક્તિઓને ભરીને નદી પાર કરતી વખતે હોડી ડૂબી જવાની પણ અનેક હોનારત સર્જાઈ ચૂકી છે. જ્યારે હોનારત થાય છે ત્યારે લોકો અને તંત્ર જાગે છે પરંતુ થોડા સમયમાં તમામ આ ઘટનાઓ ભૂલી જાય છે અને ફરી સ્થિતિ એવી જ થઈ જાય છે.
આવી હોનારતો જ્યારે પણ બને છે ત્યારે એકસાથે અનેક લોકો મોતનો ભોગ બને છે. ક્યાંય આવી દુર્ઘટનાઓને પહેલેથી અટકાવવા માટે પ્રયાસો કરવામાં આવતા નથી અને તેને કારણે વારંવાર આવી હોનારતો સર્જાતી રહે છે. જ્યારે હોનારત થાય જાગતું તંત્ર આવી ઘટનાઓ બને જ નહીં તે માટે ક્યારેય જાગૃત થતું નથી અને તેનો ભોગ નિર્દોષ લોકો બને છે.
મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાની જે ઘટના બની તેમાં પણ તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી નહી તે કારણ સૌથી વધુ જવાબદાર છે. જે તે સમયે મોરબીના રાજવી પરિવાર દ્વારા આ ઝુલતા પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
જ્યારે આ પુલ બનાવવામાં આવ્યો ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે એક તરફથી 15 વ્યક્તિ જાય અને તે નદી પરથી પસાર થઈ જાય પછી જ પુલમાં બીજી વ્યક્તિઓને મોકલવામાં આવતાં હતાં. જે પુલની ક્ષમતા જ 15 વ્યક્તિને એકસાથે સહન કરવાની હતી તે પુલ પર જો એકસાથે 400 વ્યક્તિ ઊભા રહી જાય તો આ પુલ તૂટી નહીં પડે તો શું થાય? પ્રશ્ન એ છે કે પુલ પર તેની ક્ષમતા કરતાં વધારે સહેલાણીઓને જવા જ કેમ દેવાયા? આ માટે કેમ કોઈ તકેદારી રાખવામાં આવી નહીં? ઓરેવા કંપની દ્વારા આ પુલના સમારકામની જવાબદારી સ્વીકારવામાં આવી પરંતુ તેમાં પણ વેઠ ઉતારવામાં આવી અને તેને કારણે નિર્દોષ બાળકો સહિતના સહેલાણીઓ કાળના ખપ્પરમાં હોમાઈ ગયા.
વાત માત્ર મોરબીની જ નથી. તાજેતરમાં બેટ દ્વારકા ખાતે હોડીમાં પણ તેની ક્ષમતા કરતાં વધારે વ્યક્તિઓને ભરવાનો વિડીયો વાઈરલ થયો હતો. હોડીમાં જો વધારે વ્યક્તિ હોય તો ગમે ત્યારે તે ઉંધી વળી જવાની સંભાવના રહેલી છે. અગાઉ બિહાર અને યુપીમાં અનેક વખત હોડીઓ નદીમાં પલ્ટી ખાઈ જતાં અનેક લોકો મોને ભેટી ચૂક્યા છે. ગુજરાતની વાત કરવામાં આવે તો મોરબી અને બેટ દ્વારકા, આ બે સ્થળો જ નથી પરંતુ અનેક સ્થળો એવા છે કે જ્યાં જે તે સ્થળની ક્ષમતા કરતાં વધુ સહેલાણીઓ ઉમટી પડે છે.
થોડા સમય પહેલા પાવાગઢમાં રોપ વે ખાતે પણ દુર્ઘટના સર્જાઈ હતી. સરકારે ‘રાંડ્યા પછીના ડહાપણ’ને બદલે પહેલેથી જાગવાની જરૂરીયાત છે. સરકારે આવા જેટલા પણ સ્થળ હોય કે જ્યાં સમયાંતરે તેની ક્ષમતા કરતાં વધુ લોકો ભેગા થતા હોય તેવા સ્થળને આઈડેન્ટિફાય કરવાની જરૂરીયાત છે અને ત્યારબાદ ત્યાં વ્યક્તિઓની સંખ્યા મામલે પ્રતિબંધો લાદવા જોઈએ. અનેક યાત્રાધામો પણ એવા છે કે જ્યાં ઘણી વખત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આવા સ્થળો પર પણ સરકાર કે યાત્રાધામનું સંચાલન કરતાં લોકોએ ખાસ ધ્યાન રાખે તે જરૂરી છે. આ માટે સરકારે જાગરૂકતા બતાવીને નિયમો ઘડવા જોઈશે અન્યથા આવી હોનારતો બનતી જ રહેશે અને તેમાં મોત થતાં જ રહેશે તે નક્કી છે.