Gujarat

મદાર–પાલનપુર રેલખંડ પર ટ્રાફિક બ્લોક- સાબરમતી–જોધપુર – જોધપુર–સાબરમતી ટ્રેન રદ- અનેક માર્ગ પરિવર્તિત

અમદાવાદ

ઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા અજમેર મંડળના મદાર–પાલનપુર રેલખંડ પર રાની–ખીમેલ સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 638 પર આર.સી.સી. બોક્સ લોન્ચિંગ કાર્ય હાથ ધરાતા ટ્રાફિક બ્લોક લેવામાં આવી રહ્યો છે. જેના કારણે અનેક મહત્વપૂર્ણ રેલ સેવાઓ પ્રભાવિત થવાનાર છે.

રદ્દ કરાયેલી ટ્રેનો- પ્રારંભિક સ્ટેશનથી ટ્રેનો રદ્દ રહેશે

ગાડી નં. 14822 સાબરમતી–જોધપુર (17 અને 18 એપ્રિલ, 2026)

ગાડી નં. 14821 જોધપુર–સાબરમતી (16 અને 17 એપ્રિલ, 2026)

માર્ગ પરિવર્તિત ટ્રેનો- કેટલાક ટ્રેનોને વૈકલ્પિક માર્ગે દોડાવવામાં આવશે

ગાડી નં. 19223 સાબરમતી–જમ્મુ તવી (17 એપ્રિલ) મહેસાણા–ભીલડી–લૂણી માર્ગે

સ્ટોપેજ: પાટણ, ભીલડી, મારવાડ ભીનમાલ, જાલોર, સમદડી

ગાડી નં. 12462 સાબરમતી–જોધપુર (17 એપ્રિલ) મહેસાણા–ભીલડી–લૂણી માર્ગે

સ્ટોપેજ: પાટણ, ભીલડી, મારવાડ ભીનમાલ, જાલોર, સમદડી

ગાડી નં. 14701 શ્રીગંગાનગર–બાંદ્રા ટર્મિનસ (16 એપ્રિલ) અજમેર–ચિત્તૌડગઢ–રતલામ–વડોદરા માર્ગે

સ્ટોપેજ: ભીલવાડા, ચિત્તૌડગઢ, નીમચ, મંદસૌર

ગાડી નં. 14707 હનુમાનગઢ–દાદર (17 એપ્રિલ) લૂણી–ભીલડી–મહેસાણા માર્ગે

સ્ટોપેજ: સમદડી, જાલોર, મારવાડ ભીનમાલ, ભીલડી, પાટણ

ગાડી નં. 20944 ભગત કી કોઠી–બાંદ્રા ટર્મિનસ (17 એપ્રિલ) લૂણી–ભીલડી–મહેસાણા માર્ગે

સ્ટોપેજ: સમદડી, જાલોર, મારવાડ ભીનમાલ, ભીલડી, પાટણ

ગાડી નં. 20943 બાંદ્રા ટર્મિનસ–ભગત કી કોઠી (16 એપ્રિલ) મહેસાણા–ભીલડી–લૂણી માર્ગે

સ્ટોપેજ: પાટણ, ભીલડી, મારવાડ ભીનમાલ, જાલોર, સમદડી

ગાડી નં. 20694 બેંગલુરુ–જોધપુર (15 એપ્રિલ) મહેસાણા–ભીલડી–લૂણી માર્ગે

સ્ટોપેજ: પાટણ, ભીલડી, મારવાડ ભીનમાલ, જાલોર, સમદડી

ગાડી નં. 20496 હડપસર–જોધપુર (16 એપ્રિલ) મહેસાણા–ભીલડી–લૂણી માર્ગે

સ્ટોપેજ: પાટણ, ભીલડી, મારવાડ ભીનમાલ, જાલોર, સમદડી

રેગુલેટ ટ્રેન

ગાડી નં. 22548 સાબરમતી–ગ્વાલિયર (17 એપ્રિલ) પાલનપુર–ખીમેલ વચ્ચે અંદાજે 20 મિનિટ માટે રોકાશે

રેલવે તંત્રએ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ મુસાફરી પહેલાં પોતાની ટ્રેનની સ્થિતિની પુષ્ટિ કરી લે અને જરૂરી આયોજન સાથે મુસાફરી કરે. આ કામ પૂર્ણ થયા બાદ રેલવે માર્ગ વધુ સુરક્ષિત અને સુવ્યવસ્થિત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

Most Popular

To Top