Top News

More Posts

   The Latest

Most Popular

   મોડાસા: અરવલ્લી જિલ્લામાં ખાખી વર્દીમાં રહેલા ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ તોડ પાણી કરતા હોવાની ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે. જીલ્લામાં સ્વચ્છ છબી ધરાવતા પોલીસવડા સંજય ખરાતના આગમન પછી બુટલેગરો સાથે ભાઈબંધી રાખતા ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ સામે સખ્ત કાર્યવાહી કરી સસ્પેન્ડ કરી ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓમાં દાખલો બેસાડી રહ્યા છે.

તેમ છતાં બે નંબરી આવકમાં મદમસ્ત બનેલા જીલ્લાના કેટલાક ભ્રષ્ટ પોલિસ અધિકારીઓ અને કર્મચારીઓ નોકરીના ભોગે પણ ભાઈબંધી નીભાવી રહ્યા હોવાની અનેક ઘટનાઓ સતત બહાર આવતા ખાખી કલંકીત થઇ રહી છે.

 ત્યારે મેઘરજ પીએસઆઈ એન.એમ સોલંકીની બુટલેગર સાથે વાતચીત કરતી અને રાજ્સ્થાનના ઠેકા પરથી મોંઘીદાટ બોટલ લેતા આવવાનું પણ કહીં રહ્યા હોવાની ઑડીયો કલીપ વાયરલ થતા પોલીસબેડામાં ખળભળાટ મચ્યો છે.

ઑડીયો કલીપ વાયરલ થતા એસપી સંજય ખરાતે ઑડિયો કલીપની તપાસના આદેશ આપી દીધા છે.જેને પગલે આખરે કડક કાર્યવાહી કરતાં એસપી સંજય ખરાતે પીએસઆઈને સસ્પેન્ડ કરી દીધા છે.

મેઘરજ પીએસઆઈ એન એમ સોલંકી અને બુટલેગર સાથેની ઉત્તરાયણ પહેલાનો વાતચીતનો ઓડિયો ક્લિપ વાયરલ થયો છે. જેમાં બુટલેગર અને પીએસઆઇ સોલંકી એક બીજાના ભાઈબંધ હોય તેમ વાત કરી રહ્યા છે.

જેમાં રાજસ્થાન દારૂની મહેફીલ માણવા ગયેલ શખ્સ દારૂની બે બોટલ સાથે મેઘરાજની રાજસ્થાનને અડીને આવેલ આંતરરાજ્ય સરહદ પરથી પ્રવેશવા દેવા અને ચેકપોસ્ટ પર ફરજ પરના પોલીસકર્મીઓને આવવા દેવા ગોઠવણ કરી આપવાનું કહી રહ્યો છે.

તો સામે પીએસઆઈ પણ સામેના શખ્શને મારા માટે સિગ્નેચરની બોટલ લઇ અવાજો તેમ કહી રહ્યા છે અને આગળનો વહીવટ પણ પતાવી દીધો હોવાનું વાતચીતમાં ઉલ્લેખ છે. દારૂની બે બોટલ લાવવાનું કહેનાર શખ્સને પીએસઆઈ વોટસઅપ કોલિંગ કરવાનું કહી રહ્યા છે.

બીજીબાજુ નેટવર્ક ન હોવાથી વોટસઅપ કૉલિંગ લાગતોન હોવાનું શખ્શ કહી રહ્યો છે. જે અંગેની ઓડિયો કલીપ વાયરલ થતાની સાથે રવિવારે વહેલી સવારથી જ જીલ્લા પોલીસ બેડામાં હડકંપ મચ્યો હતો.

મેઘરજ પીએસઆઈ સાથે વાત કરનાર શખ્સ કોણ ?

ઑડિયો ક્લીપમાં અગાઉના વહીવટની વાત કરી રહ્યો છે તો આ શખ્શે શાનો વહીવટ કર્યો હતો…?? તેમજ વાયરલ ઑડિયો કલીપની તટસ્થ તપાસ થશે કે કેમ….? અને ઑડિયો ક્લીપમાં વાત કરનાર શખ્સ જીલ્લામાં અન્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના સંપર્કમાં છે કે નહીં તે અંગે પણ જીલ્લા પોલીસવડા તપાસ કરાવશે કે નહીં…?? સહીત તરેહ તરેહની ચર્ચાઓ પોલીસબેડાંમાં અને લોકો વચ્ચે થઇ રહી છે.

અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાત સુધી મેઘરજ પીએસઆઈ સોલંકી અને બુટલેગર સાથે વાતચીતની વાયરલ થયેલી ઓડિયો કલીપ પહોંચતા એસપીએ તાત્કાલિક અસરથી વાયરલ ઑડિયો કલીપ અંગે તપાસના આદેશ આપી દીધા હતા અને પીએસઆઈને સસ્પેન્ડ પણ કરી દીધા હતા.

To Top