SURAT

સુરતની આ દુકાનોમાં આઈસ્ક્રીમની ગુણવત્તા નબળી, મનપાના ફૂડ વિભાગે દંડ ફટકાર્યો

સુરત: શહેરમાં ઘી, પનીર, બરફની ડિશમાં ભેળસેળનો ખુલાસો થયો બાદ હવે આઈસ્ક્રીમનો વારો છે. ગરમીના લીધે લોકો ખૂબ જ વધુ પ્રમાણમાં ઠંડા પીણા, બરફ અને આઈસ્ક્રીમ આરોગી રહ્યાં છે, ત્યારે દુકાનોમાં વેચાતા આઈસ્ક્રીમ આરોગ્યપ્રદ એટલે કે ખાવાલાયક છે કે નહીં તેની તપાસ સુરત મનપાના ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવી હતી, જેમાં 10 દુકાનોમાં વેચાતી આઈસ્ક્રીમ ખાવાલાયક નહીં હોવાનો ઘટસ્ફોટ થયો છે. પાલિકાના આરોગ્ય ખાતા અને ફૂડ વિભાગે બિનઆરોગ્યપ્રદ આઈસ્ક્રીમ વેચનારા દુકાનદારો સામે કાર્યવાહી કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત મનપાના આરોગ્ય ખાતા અને ફુડ વિભાગ દ્વારા ગઈ તા. 2 મેના રોજ શહેરના આઈસ્ક્રીમ પાર્લરો પર દરોડા કાર્યવાહી કરી હતી. આ દુકાનોમાંથી 10 સેમ્પલ લઈ તપાસ માટે તે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. હવે આ આઈસ્ક્રીમનો રિપોર્ટ આવ્યો છે, જેમાં એવી હકીકત બહાર આવી છે કે આઈસ્ક્રીમ ખાવાલાયક નથી.

આઈસક્રીમના નમુનામા મિલ્ક ફેટ ની માત્રા 10% હોવી જોઇએ જે ઓછી છે. આઈસક્રીમના નમુનામાં ટોટલ સોલીડની માત્રા 36% હોવી જોઇએ, જે ઓછી છે. તેથી સુરત મનપાએ આ આઈસ્ક્રીમ પાર્લરોના 87.5 કિલોગ્રામ આઈસ્ક્રીમનો જથ્થો નાશ કરી દુકાનદારો સામે દંડનીય કાર્યવાહી કરી છે.

આ દુકાનોની આઈસ્ક્રીમ બિનઆરોગ્યપ્રદ મળી આવી

  • સંતકૃપા નેચરલ કોઠી આઈસ્ક્રીમ (જનતાનગર સોસા. ગાયત્રી નગરની સામે, એલ.એચ.રોડ, સુરત)
  • માધવ આઈસ્ક્રીમ (20-A,દુકાન નં.9,10,11,નિધિ કોમ્પ્લેક્સ,ચોપાટી સામે, નાના વરાછા,સુરત)
  • ચાંદામામા આઈસ્ક્રીમ (પ્લોટ નં-44 મેઝ સિદ્ધેશ્વર સો, વેડ રોડ, કતારગામ સુરત)
  • સંત કૃપા આઈસ્ક્રીમ (જનતાનગર સોસા. ગાયત્રી નગરની સામે, એલ.એચ.રોડ, સુરત)
  • પ્રાઈમ નેચરલ (દુકાન નં. 8,9 બિલ્ડીંગ સી, સની રેસિડન્સી, પરસુરામ ગાર્ડન પાસે, અડાજણ, સુરત)
  • રાધે પાર્લર (દુકાન નં. 12, બિલ્ડીંગ સી, સનઈ રેસિડન્સી, પરશુરામ ગાર્ડન પાસે, અડાજણ, સુરત)
  • શ્રી રાધે નેચરલ કોઠી આઈસ્ક્રીમ (દુકાન નં-11, એપલ સ્ક્વેર, નવજીવન સોસાયટી, વેડ રોડ, સુરત)
  • ઉમિયા એજન્સી (પ્લોટ નં. 29,30, જી.એફ., ગોકુલધામ સોસાયટી, વરિયાવ રોડ, જહાંગીરપુરા, સુરત)
  • વાડીલાલ એન્ટરપ્રાઈઝ લી. (પ્લોટ નં.૧૦૮/એ, કાંસા નગર, કતારગામ, સુરત)
  • બોમ્બે સુપર આઈસ્ક્રીમ અને કોલેટી (પ્લોટ નં. 3, GF, કલ્યાણ નગર સો., પુના સિમાડા રોડ, સુરત)

Most Popular

To Top