Vadodara

કરનાળી કુબેર ભંડારીના મંદિરે દર્શન કરી પરત ફરતી વેળાએ ડભોઇની યુવતીનો અકસ્માત,ઘટના સ્થળે યુવતી નું મોત..

ડભોઇ ની યુવતી કરનાળી કુબેર ભંડારી મંદિરે દર્શન કરી મિત્રો સાથે સ્કોર્પિયો કાર માં ડભોઇ પરત આવી રહી હોય તે અરસામાં ડભોઇ ધરમપૂરી ગામ નજીક વળાંક પાસે સ્ક્રોપિયો કાર ચાલક નું સ્ટેરીંગ પર કાબૂ ગુમાવતા રોડની બીજી સાઈડ ઊભેલી હાઇવા ટ્રક માં કાર ધડાકા ભર અથડાતા ડભોઇ ની યુવતીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું તો કાર ચાલક ને પગના ભાગે ગંભીર ઈજા થતા તેને સારવાર અર્થે લઈ જવાયો હતો.

ડભોઇ ઝારોલા વાગા વિસ્તાર માં રહેતી યુવતી કેયૂરી રાજુભાઈ ધોબી તેના મિત્ર મયુરદ્રજ્વસિંહ હરેન્દ્રસિંહ માટેડિયા સાથે તાલુકાના કરનાળી ગામે કુબેર ભંડારી ખાતે બુધવારની અમાસ હોય દર્શને ગયા હતા જ્યારે સ્કોર્પિયો કાર લઇ પરત ફરી રહ્યા હતા તે અરસામાં ડભોઇ સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ ઉપર ધરમપૂરી ગામ નજીક સ્કોર્પિયો ગાડીના સ્ટેરીંગ ઉપર કાબૂ જતા રોડની બીજી સાઈડ પાર્ક કરી ઊભો રાખેલ રેતીના હાઈવા ટ્રક માં ગાડી ધડાકા ભેર અથડાઈ હતી ઘટનામાં કેયુરી રાજુભાઈ ધોનીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું તો યુવકને પગના ભાગે ગંભીર ઈજા થતા તેને વડોદરા સારવાર અર્થે લઈ જવાયો હતો સમગ્ર ઘટનાની જાણ પોલીસ ને થતા પોલીસ પણ સ્થળ ઉપર દોડી આવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે અને મૃતદેહની પી.એમ આર્થેની કામગીરી હાથ ધરી છે યુવતીના મોત થી પરિવાર સોકની લાગણી છવાઈ ગઈ હતી.

Most Popular

To Top