National

12 કલાકમાં એર ઈન્ડિયા એક્સપ્રેસની 70થી વધુ ફ્લાઈટ્સ રદ, કારણ જાણી ચોંકી જશો

નવી દિલ્હી: છેલ્લા 12 કલાકમાં એર ઈન્ડિયા એક્સપ્રેસની (Air India Express) 70 થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. ફ્લાઈટ રદ થવાના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમજ આ ફ્લાઇટ્સને (Flights) રદ (Cancel) કરવા પાછળ પણ ચોંકાવનારું કારણ સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ એર ઈન્ડિયા એક્સપ્રેસની 80 થી વધુ ફ્લાઈટ્સ મંગળવારે મોડી રાતથી જ રદ અથવાતો મોડી પડી હતી. જેનું ચોંકાવનારું કારણ સામે આવ્યું છે. સૂત્રી મુજબ એરલાઇનના ક્રૂ મેમ્બરો મોટા પાયે બીમારીનું કારણ આપીને રજા પર ઉતરી ગયા છે. આવી સ્થિતિમાં આ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. હાલ સિવિલ એવિએશન ઓથોરિટી આ મામલે તપાસ કરી રહી છે.

સમગ્ર મામલે આર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે ‘અમારા કેબિન ક્રૂના એક ગ્રુપએ ગઈકાલે રાત્રે છેલ્લી ઘડીએ માંદગીના કારણ રજા પાડી હતી, જેના પરિણામે ફ્લાઇટ વિલંબીત અને રદ થઈ હતી. હાલ અમે આ ઘટનાઓ પાછળના કારણોને સમજવા માટે ક્રૂ ટીમ સાથે સંપર્ક કરી રહ્યા છીએ, આ સાથે જ અમારી ટીમો અમારા મહેમાનોને થયેલી અસુવિધા ઘટાડવા માટે સક્રિયપણે આ મુદ્દાને હલ કરી રહી છે.

આ સાથે જ એર ઇન્ડિયાના પ્રવક્તાએ વધુમાં કહ્યુ હતુ કે ‘અમે આ ઘટના માટે અમારા મહેમાનોની માફી માંગીએ છીએ. રદ્દીકરણથી પ્રભાવિત મહેમાનોને સંપૂર્ણ રિફંડ અથવા બીજી તારીખે તેમની ફ્લાઇટ પુનઃનિશ્ચિત કરવાની ઓફર કરવામાં આવશે. તેમજ આજે 8 મે ના રોજ અમારી ફ્લાઇટમાં જે મહેમાનો મુસાફરી કરવાના હોય, તેમને વિનંતી કરવામાં આવે છે કે તેઓ એરપોર્ટ પર પહોંચતા પહેલા તેમની ફ્લાઈટને અસર થઈ છે કે કેમ તેની તપાસી કરે.’

કર્મચારી યુનિયનનો ગેરવહીવટનો આરોપ
સમગ્ર મામલે સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું કે કેબિન ક્રૂના ઘણા સભ્યો બીમાર હોવાની જાણ કરી હતી અને સોમવારે સાંજથી રજા લીધી હતી. આવી સ્થિતિમાં, કોચી, કાલિકટ અને બેંગલુરુ સહિત વિવિધ એરપોર્ટ પર ફ્લાઇટ્સ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગયા મહિનાના અંતમાં એર ઈન્ડિયા એક્સપ્રેસ કેબિન ક્રૂના એક વિભાગનું પ્રતિનિધિત્વ કરતા યુનિયને આક્ષેપ કર્યો હતો કે એરલાઈનમાં મીસમેનેજમેન્ટ થઇ રહ્યું છે અને કર્મચારીઓ સાથે અસમાન વર્તન કરવામાં આવી રહ્યું છે. જેથી અહેવાલ અનુસાર એર ઈન્ડિયા એક્સપ્રેસ એમ્પ્લોઈઝ યુનિયનના લગભગ 300 કેબિન ક્રૂ સભ્યોએ પ્રદર્શનના સ્વરૂપમાં આ મા લીવ લીધી છે.

Most Popular

To Top