Charotar

આણંદ જિલ્લાના ૮૮૮ મતદાન મથકો પરથી કરાયું લાઈવ વેબકાસ્ટિંગ



જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના દિશાનિર્દેશ હેઠળ સમગ્ર ટીમ જિલ્લાના મતદાન મથકો પર રાખી રહી છે ચાંપતી નજર

*આણંદ, મંગળવાર :* લોકસભા સામાન્ય ચૂંટણી અને ખંભાત વિધાનસભાની પેટાચૂંટણીમાં આજે મતદારો ભારે ઉત્સાહથી મત આપી રહ્યા છે.

જિલ્લામાં શંતિભર્યા વાતાવરણમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે જિલ્લા કલેકટર દિશાનિર્દેશ અનુસાર નિવાસી અધિક કલેકટર આર એસ. દેસાઈના નેજા હેઠળ કલેક્ટર કચેરીના ત્રીજા માળે આવેલ જિલ્લા કક્ષાના વેબ કાસ્ટીંગ માટેના ઈન્ટીગ્રેટેડ કન્ટ્રોલ રૂમ ખાતેથી જિલ્લાના ૧૭૭૩ મતદાન મથકો પૈકી ૮૮૮ મતદાન મથકોના વેબ કાસ્ટિંગ દ્વારા થઈ રહેલા જીવંત પ્રસારણ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
-૦-૦-૦

Most Popular

To Top