ફોર વ્હીલર માટેની નવી સિરીઝ માટે 24 એપ્રિલથી ઈઓક્શન શરૂ થશે
( પ્રતિનિધિ )વડોદરા,તા.18
આર.ટી.ઓ. વડોદરા કચેરી દ્વારા મોટરિંગ પબ્લીકની સગવડતા માટે ફોર વ્હીલર (મોટર કાર) વાહનોના પસંદગીના ગોલ્ડ અને સિલ્વર નંબરની ફાળવણી માટે તથા અન્ય સિલેક્ટેડ નંબરો માટે ઓનલાઇન ઇ-ઑક્શન શરૂ કરવામાં આવ્યું છે. આ કચેરીમાં ફોર વ્હીલર (મોટર કાર) માટેની નવી સીરીઝ GJ06RG 0001 થી 9999 સુધીના નંબરો માટે તા. 24 એપ્રિલ ના રોજ ઇ-ઑક્શન માટે શરૂ કરવામાં આવશે. ઈચ્છા ધરાવનાર વાહન માલિકો તેમના વાહનોનું http://parivahan.gov.in/fency પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી ઇ-ઑક્શનમાં ભાગ લઈ શકશે. તા. 24 એપ્રિલના રોજ સાંજે 4 વાગ્યાથી તા. 26 એપ્રિલના સાંજે ચાર વાગ્યા સુધીમાં ઈ-ઓક્શન માટે ઓનલાઈન ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાના રહેશે અને અરજી કરવાની રહેશે. તા. 26 એપ્રિલના રોજ સાંજે 4 વાગ્યાથી તા. 28 એપ્રિલના સાંજે ચાર વાગ્યા સુધી બિડિંગ ઓપન રહેશે. ઉલ્લેખનીય છે કે, વાહનના સેલ લેટરમાં સેલ તારીખથી 7 દિવસ અંદરના સીએનએ ફોર્મ જમા કરાવનાર અરજદારો જ હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે તેમજ સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે, તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી દ્વારા જણાવાયું છે.