Business

એક તરફ પત્નીનું અવસાન બીજી તરફ પતિએ અદા કરી મતદાનની નૈતિક ફરજ



પાદરાના મોભા ગામમાં પત્નીના અગ્નિસંસ્કાર પહેલા કનુભાઈ ભાવસારે બે દીકરીઓ સાથે કર્યું મતદાન*

સમગ્ર રાજ્યમાં લોકસભાની સામાન્ય ચૂંટણી માટેનું મતદાન ચાલી રહ્યું છે.યુવાનો, વૃદ્ધો સહિત દિવ્યાંગો પણ ઉત્સાહભેર મતદાન કરી લોકશાહીના પર્વને મનાવી રહ્યા છે.આ બધાની વચ્ચે પાદરા તાલુકાના મોભા ગામે પરિવારમાં એક દુઃખદ ઘટના બની હોવા છતાં લોકશાહીને જીવંત રાખવાનો કિસ્સો સામે આવ્યો છે.

પાદરા તાલુકાના મોભામાં રહેતા કનુભાઈ નગીનભાઈ ભાવસારના ધર્મ પત્ની સરોજબેન ભાવસારનું માત્ર ૩૫ વર્ષની ઉંમરે ડાયાબિટીસના કારણે અવસાન થતાં ઘરમાં શોકનો માહોલ હોવા છતાં અગ્નિસંસ્કાર પહેલાં કનુભાઈ ભાવસારે પોતાની બે પુત્રીઓ સાથે મતદાન કરી નાગરિક ધર્મ નિભાવી અન્ય મતદારોને પ્રેરણા પૂરી પાડી હતી.

ગામના ડેપ્યુટી સરપંચ અજય પંડ્યાએ જણાવ્યું હતું કે પોતાની ધર્મપત્નીનું અવસાન થયું હોવા છતાં કનુભાઈ ભાવસારે ખરેખર રાષ્ટ્ર પ્રત્યેની પોતાની ફરજ નિભાવી અન્યોને પ્રેરણા પૂરી પાડી હતી.

Most Popular

To Top