Vadodara

વડોદરામાં સવારથી મતદાન માટે લાઈન લાગી, મતદારોમાં ભારે ઉત્સાહ

લોકસભાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ

સવારે ઠંડા પહોરમાં જ લોકો મતદાન કરવા ઉમટ્યા



લોકસભાની ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયાનો મંગળવારના રોજ સવારથી પ્રારંભ થયો હતો. સવારે સાત કલાકે શરૂ થયેલા મતદાનમાં વહેલી સવારથી જ લોકોએ મતદાન માટે ઉત્સાહ બતાવ્યો હતો. વિવિધ મતદાન મથકો ઉપર મતદારોની કતારો જોવા મળી હતી. મંગળવારે ગરમીનો પ્રકોપ વધુ જોવા મળે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે તેવામાં મતદારોએ સવારમાં જ મતાધિકારનો ઉપયોગ કરવાનું પસંદ કર્યું હતું. અને સવારે સાત કલાકે જ્યારે મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થયો ત્યારથી જ વિવિધ મતદાન મથકો પર મતદારોએ કતારો લગાવી હતી. ગૃહિણીઓ પણ સવારથી જ કતારોમાં જોડાઈ ગઈ હતી.

ભાજપાના ઉમેદવાર ડો. હેમાંગ જોષીએ સવારે હરણી સ્થિત ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે દર્શન કરી અને ત્યારબાદ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો તો કોંગ્રેસના ઉમેદવાર જશપાલ સિંહે પણ પોતાના એકલબારા ગામ ખાતે મત અધિકારનો ઉપયોગ કર્યો હતો.

Most Popular

To Top