Vadodara

ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્ર વાઘેલાના કહેવાથી નંદેસરી પોલીસે ક્ષત્રિય યુવકને ઢોર માર માર્યો

ભાજપના ઉમેદવારની સૂચનાથી ક્ષત્રિય યુવાનોને નિશાન બનાવાયા , વડોદરા પોલીસની બેરહેમી ફરી સામે આવી

વાઘેલાની વિરૂદ્ધ પ્રચાર કરી રહેલા યુવાનો પર સિતમથી ભારે રોષ, ક્ષત્રિયોનું સમર્થન ગુમાવતા વાઘેલા રઘવાયા થયા

નંદસરી પોલીસ મથકનો સ્ટાફ તથા અધિકારીઓ દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધર્મેન્દ્ર વાઘેલાના કહેવા પર નંદેશરીના યુવકને ઢોર માર મારવામાં આવતા વડોદરા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઊભા થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર નંદેશરી ગામના રૂપાપુરા વિસ્તારમાં રહેતા રાજેન્દ્ર સિંહ ગોહિલ નામના યુવકને ગત મોડી રાત્રે નોકરી જતી વખતે રસ્તામાંથી ઊંચકી જઈ નંદેશરી પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યો હતો. યુવકને લઈ જઇ નંદેશરી પીઆઇ અને અન્ય સ્ટાફ યુવક ઉપર બેરહેમીથી તૂટી પડ્યા હતા અને ગડદા પાટુનો ઢોર માર મારવામાં આવ્યો હતો. યુવકે રડતા રડતા પૂછ્યું કે શાના કારણે મારો છો ત્યારે નંદેશરી પીઆઇ અને અન્ય સ્ટાફ દ્વારા તું ક્ષત્રિય છે અને ખોટા ધંધા કરે છે તેમ કહી બેરહેમીપૂર્વક માર મારતાં રહ્યા હતા. નંદેશરી પોલીસ દ્વારા યુવકને એટલો માર મારવામાં આવ્યો કે તેની તબિયત લથડી હતી અને સગા સંબંધીઓ યુવકને લઈ એસએસજી હોસ્પિટલ સારવાર અર્થે લાવ્યા હતા. યુવકના સગા સંબંધીઓએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધર્મેન્દ્ર વાઘેલા દ્વારા નંદેશરી પોલીસને કહેતા પોલીસ દ્વારા સમગ્ર અત્યાચાર યુવક ઉપર ગુજાર્યો હોવાનું જણાવ્યું હતું. ભાજપની વિરૂદ્ધ પડેલાં ક્ષત્રિય સમાજના યુવાનોએ જણાવ્યું હતું કે સ્થાનિક ક્ષત્રિય સમાજનો ટેકો નહિ મળતા વાઘેલા રઘવાયા બન્યા છે અને હવે પોલીસને હાથો બનાવી નિર્દોષ યુવાનો પર સિતમ ગુજારી રહ્યા છે. પણ આને કારણે જે રાજપૂતોને તેમના પ્રત્યે લાગણી હતી તે પણ ગુમાવી ચૂક્યા છે અને રાજપૂતોની બહુમતિવાળી આ સીટ પર તેમની સામે નવા મોરચા ખુલી રહ્યા છે. વાઘોડિયા બેઠક પર ક્ષત્રિયોમાં ભારે આક્રોશ વ્યાપ્યો અને વાઘેલાના માણસો ડેમેજ કંટ્રોલમાં લાગ્યા હોવાનું જાણવા મળે છે.

Most Popular

To Top