Charchapatra

બાબા રામદેવે પતંજલિના નામે કરેલું પાતક ભુલવું ન જોઈએ

આજે સૌને નામનો ખૂબ મોહ હોય છે. ઘણાં વર્ષથી રામદેવ બાબાને અમે જોતાં. શરૂઆતમાં તો ઠીક ઠીક લાગ્યું પરંતુ આગળ જતાં આમાં કોઈ તત્ત્વ દેખાતું ન હતું. ફક્ત પોતાની દવા, આયુર્વેદનું મહત્ત્વ, પતંજલિનું મહત્ત્વ અને જાણે કે આયુર્વેદ-પતંજલિ વગેરે પોતે જ શોધેલાં હોય તેમ વારંવાર બોલ્યા કરવું.બસ જાહેરાતમાં આ જ હોય. મને વ્યક્તિગત આ રામદેવ બાબા ખૂબ ઢોંગી જેવા જ લાગતા પણ આજે આટલી બધી જાહેરાત આવતી હોય તો આપણું તો કોણ સાંભળે પણ સમય જતાં સાંભળવા મળ્યું કે મોટી મોટી દવાની કંપનીઓ ડાબર વગેરે કંપની તો વર્ષો જૂની હતી અને એમની દવા વખત એમની દરેક પ્રોડક્ટસ લોકો પ્રેમથી વાપરતા વિશ્વાસ હતો પરંતુ વધારે પડતું આ પતંજલિવાળા બાબાએ લોકોને જાહેરાત આપીને પોતાની તરફ ખેંચ્યા.

આયુર્વેદિક તેમનું થોડું છે? લોકો પણ છેતરાતા.  સચ્ચાઈની હંમેશા જીત થતી હોય છે. આવી રીતે દરેક ક્ષેત્રમાં થતું આવે છે. કોઈ પણ ક્ષેત્ર હોય અને તેના સર્વેસર્વા એમ જ માનતાં હોય છે કે આ બધું મારાથી જ ચાલે છે, હું જ બધું કરું છું. મારા વિના બધું અટકી જશે એવું માનતા હોય છે. ભલે એવું માનતાં પણ બીજાને કે બીજી સંસ્થાને નીચી બતાવે એ ક્યાંનો ન્યાય. બીજી સંસ્થા જ્યારે કોઈકને માન સન્માન આપી પ્રોત્સાહિત કરે તો તે સન્માનિત સંસ્થાને પણ નીચી માની દેવી.તે સંસ્થા વિશે કે તે સન્માનિત સંસ્થાઓ વિશે એમ બોલવું, ગમે તેમ બોલો કે નકામી વિશે સંસ્થા આ કેવી રીતે કોઈનું સન્માન કરે પતંજલિવાળા બાબા તો કાયમ પોતાનું જ સારું બોલતો હોય છે એટલે મોટા મોટા પ્રોજેક્ટ  ખોટા છે.

અમારી કે હું જ સર્વે કરવા છીએ. આવું માનવું એટલે ઘમંડની નિશાની કહેવાય. બાબાનું કહીએ તો એક વાર કેજરીવાલ અને અન્ના સાથે ઉપવાસ પર ઉતરેલા. અન્ના તો એમના ઉપવાસ એમ કેમ પાર ઉતાર્યા, પણ આ બાબા તો વધારે સહન કરી શક્યા નહીં અને અધવચ્ચે જ  લથડી પડેલા. આ બધું લોકોએ ટી.વી. પર પણ જોયેલું. આવું બધું જ ચાલે છે એ સારું ન કહેવાય. હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા ભાર જેમ શ્વાન તાણે. આ નરસિંહ મહેતાની ઉક્તિ સાચી જ છે. ફૂલાયેલા કાગડા જેવું પણ લાગે. લાંબે ગાળે સામી વ્યક્તિ છીછરી વૃત્તિ જાણી જાય છે અને તેઓ માનથી વંચિત પણ રહી જાય છે એવું આ પતંજલિ બાબા રામદેવનું બની રહ્યું છે.
સુરત     – જ્યા રાણ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top