National

‘ચૂંટણી જીતીશ તો બોલિવૂડ છોડી દઈશ’- કંગનાનું મોટું નિવેદન

નવી દિલ્હી: બોલિવૂડની (Bollywood) ક્વીન કંગના રનૌત (Kangana Ranaut) આ વખતે લોકસભા ચૂંટણીમાં (Lok Sabha Elections) બીજેપીની ઉમેદવાર છે. તેમજ તેણીને હિમાચલ પ્રદેશના મંડીથી (Mandi) ટિકિટ મળી છે. તેમજ કંગના હાલ જોરશોરથી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. તેણીને આશા છે કે તેણી આ ચૂંટણીમાં ચોક્કસ જીતશે. ત્યારે કંગનાએ ફિલ્મો, લોકસભા ચૂંટણી અને રાજકારણ વિશે વાત કરતા મોટું નિવેદન આપ્યું હતું. આ સાથે જ કંગનાએ પોતાના ફિલ્મી કરિયરને લઈને એક મોટી જાહેરાત કરી હતી.

કંગનાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન સંકેત આપ્યો હતો કે જો તેણી લોકસભાની ચૂંટણી જીતશે તો તે ધીરે ધીરે બોલિવૂડની દુનિયા છોડી શકે છે. કારણ કે તેણી માત્ર એક જ કામ પર ધ્યાન આપવા માંગે છે. જ્યારે કંગનાને પૂછવામાં આવ્યું કે, તેણી ફિલ્મો અને રાજનીતિ બંને કેવી રીતે મેનેજ કરી શકશે? આ અંગે અભિનેત્રીએ કહ્યું હતું કે, ‘હું ફિલ્મોમાં અભિનય પણ કરું છું, રોલ પણ કરું છું અને દિગ્દર્શન પણ કરું છું. જો મને રાજકારણમાં એવી શક્યતા દેખાઈ કે લોકો મારી સાથે જોડાઈ રહ્યા છે, તો જ હું રાજનીતિ કરીશ. હું માત્ર એક જ કામ પર ફોકસ કરવા માંગુ છું.

કંગના વધુમાં જણાવ્યું હતું કે “જો મને લાગશે કે જનતાને મારી જરૂર છે તો હું તે જ દિશામાં જઈશ. જો હું મંડીથી જીતીશ તો જ રાજનીતિ કરીશ. ઘણા ફિલ્મમેકર્સ મને કહે છે કે રાજકારણમાં ન જાવ. તમારે લોકોની અપેક્ષાઓ પ્રમાણે જીવવું જોઈએ. મારી અંગત મહત્વાકાંક્ષાઓને કારણે લોકો પીડાય તે સારું નથી. મેં એક પ્રીવીલેજ જીવન જીવ્યું છે, જો હવે મને લોકો સાથે જોડાવાની તક મળશે, તો હું આ તકને પણ ઝડપી લઇશ. મને લાગે છે કે સૌ પ્રથમ મારે મારી પાસેથી લોકોને જે અપેક્ષાઓ છે તેનો ન્યાય કરવો જોઈએ.

રાજકારણ અને ફિલ્મ જગતમાં શું તફાવત છે?
જ્યારે અભિનેત્રીને પૂછવામાં આવ્યું કે રાજનીતિનું જીવન ફિલ્મો કરતા સાવ અલગ છે. શું આ બધું તેમને આનંદદાયક છે? જવાબમાં કંગનાએ કહ્યું- ફિલ્મોની એક ખોટી દુનિયા હોય છે. ત્યા એક અલગ વાતાવરણ બનાવવા આવે છે. ફિલ્મોમાં લોકોને આકર્ષવા માટે એક બબલ બનાવવામાં આવે છે. પણ આનાથી વિરુધ્ધ રાજકારણ એક વાસ્તવિકતા છે. મારે લોકોની અપેક્ષાઓ પ્રમાણે જીવવું પડશે, તેમજ હું લોકસેવામાં નવી છું માટે મારે ઘણું શીખવાનું બાકી છે.

Most Popular

To Top