SURAT

સુરતના આ વિસ્તારોમાં રહેતા મતદારોએ મતદાન કરવાનું છે!

સુરત: સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ વિજેતા જાહેર થયા બાદ આ બેઠક પર ચૂંટણી થવાની નથી. પરંતુ નવસારી અને બારડોલી લોકસભા બેઠક પર આવતીકાલે મંગળવારે તા. 7 મે ના રોજ મતદાન થનાર છે. નવસારી અને બારડોલી લોકસભા બેઠકમાં સુરત શહેર-જિલ્લાના અનેક વિસ્તારો સમાવિષ્ટ હોય કન્ફ્યૂઝન ઉભી થઈ છે.

નવસારી અને બારડોલી લોકસભા બેઠકમાં સમાવિષ્ટ વિસ્તારના ઘણા મતદારો એવું માની રહ્યાં છે કે તેઓને મતદાન કરવાનું નથી. આ મૂંઝવણના લીધે રાજકીય પક્ષોની દોડધામ વધી ગઈ છે. ડોર ટુ ડોર પ્રચાર કરીને રાજકીય પક્ષોના કાર્યકરો મતદારોને સમજાવી રહ્યાં છે કે તેઓએ મતદાન કરવાનું છે. આ મૂંઝવણ અને આકરી ગરમી મતદાન પર અસર પહોંચાડે તેવો ભય પણ રાજકીય પક્ષોને સતાવી રહ્યો છે. ચાલો જાણીએ સુરતના કયા વિસ્તારના લોકોએ મતદાન કરવાનું છે…

આ વિસ્તારના લોકોએ મતદાન કરવાનું છે
નવસારી લોકસભા બેઠકમાં સુરત શહેરના લિંબાયત, સચિન, ભાઠેના, ઉધના, ખટોદરા કોલોની, મજુરા, અઠવાગેટ, સિટીલાઈટ, ઘોડદોડ રોડ, પરવત પાટીયા, ગોડાદરા, ડિંડોલી, પાંડેસરા, ભેસ્તાન, ભટાર, અલથાણ, વેસુ-વીઆઈપી રોડ, ડુમસ, હજીરા, પાલ, ઈચ્છાપોર અને ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારનો સમાવેશ થાય છે. જ્યારે બારડોલી લોકસભા વિસ્તારમાં સુરતના સરથાણા, સીમાડા, પુણા, કામરેજ, કડોદરા, મગોબ અને પાસોદરાનો સમાવેશ થાય છે. તેથી આ વિસ્તારના મતદારોએ આવતીકાલે તા. 7 મે ને મંગળવારના રોજ મતદાન કરવાનું છે.

Most Popular

To Top