Vadodara

શહેરના ઇલેક્શન વોર્ડ નં14માં કેટલાક સિનિયર મતદારોને સ્લીપ તથા બુથ અંગેની માહિતી ન મળતાં પરેસાન થઇ મતદાન કર્યા વિના પરત ફર્યા હતા

શહેરના ઇલેક્શન વોર્ડ નં14માં કેટલાક સિનિયર મતદારો સહિત અન્ય મતદાતાઓને વોટર સ્લીપ તથા બુથ અંગેની માહિતી ન મળતાં પરેશાન થવાનો વારો આવ્યો હતો તો કેટલાક મતદાતાઓએ નારાજ થઇ મતદાન કર્યા વિના પરત ફર્યા હતા

આજે લોકસભાની સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાયુ છે. વહેલી સવારથી લોકો જ્યાં એક તરફ મતદાન કરી રહ્યાં છે ત્યાં બીજી તરફ કેટલાક વોર્ડ વિસ્તારોમાં મતદાન સ્લિપ પહોંચી ન હતી તદુપરાંત મતદાતાઓને પોતાના મતદાન મથક કે બુથની માહિતી ના અભાવે ધક્કા ખાવાનો વારો આવ્યો હતો તો કેટલાક મતદારો ધક્કો ખાવાથી કંટાળીને મતદાન કર્યા વિના જ ઘરે પરત ફર્યા હતા અને આવી વ્યવસ્થા માટે તંત્ર તથા સ્થાનિક નેતાઓને જવાબદાર ઠેરવ્યા હતા. આજે ઇલેક્શન વોર્ડ 14 મા આવેલા કેટલાક સિનિયર સિટિઝન્સ તથા અન્ય લોકોને મતદાન સ્લિપ મળી ન હતી સાથે જ તેઓને કયા બુથ પર કયા રૂમ નંબર પર મતદાન કરવું તેની માહિતી ન મળતાં મતદાતાઓને સવારથી બુથ પર ધક્કા ખાવાનો વારો આવ્યો હતો જ્યાં કેટલાક મતદાતાઓ આવી ગેરવ્યવસ્થાને કારણે પરેશાન થઇ મતદાન કર્યા વિના જ પરત ફર્યા હતા અને તંત્રને જવાબદાર ઠેરવ્યું હતું જ્યારે કેટલાક મતદારોની વહારે લોકો આવતા તેઓએ મતદાન કર્યું હતું.

Most Popular

To Top