Vadodara

અલકાપુરીમાં ઇવીએમ ખોટકાયું, 10 મિનિટ મતદાન બંધ રહ્યું

વડોદરાના અલકાપુરી વડી વાડી ડોક્ટર વિક્રમ સારાભાઈ પ્રાથમિક શાળા ખાતેના મતદાન કેન્દ્ર ઉપર મતદાન મથક નંબર 203 / 262 માં ઈવીએમ ખોટકાતા અધિકારીઓમાં દોડધામ મચી હતી. જોકે 10 મિનિટમાં જ ઈવીએમ રિપ્લેસ કરી મતદાન પ્રક્રિયા પુનઃ કાર્યરત કરાવી દેવામાં આવી હતી.

વડોદરા શહેરમાં આજે વહેલી સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો મતદાન કેન્દ્રો ઉપર મતદારોની ભારે ભીડ જામી હતી તો બીજી તરફ શહેરના અલકાપુરી, વડીવાડી ડોક્ટર વિક્રમ સારાભાઈ પ્રાથમિક શાળા ખાતેના મતદાન કેન્દ્રમાં મતદાન મથક નંબર 203 / 262 માં ઇવીએમ ખોટકાયું હતું. જેના કારણે મતદારોને લાંબો સમય સુધી રાહ જોવી પડી હતી એવીએમ ખોટકાતા અધિકારીઓ દોડી આવ્યા હતા અને ઈવીએમ રિપ્લેસ કરી મતદાન પ્રક્રિયા કાર્યરત કરાવી હતી.

Most Popular

To Top