Dakshin Gujarat

માંગરોળ તાલુકામાં ચૂંટણીનો બહિષ્કાર, તાપીમાં સવારથી જ લાંબી લાઈનો લાગી

માંગરોળ: આજે માંગરોળ તાલુકાના સણધરા ગામે ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરતા તંત્ર દોડતું થયું હતું. ગ્રામજનો જૂની માંગણી ન સ્વીકારાતા બહિષ્કાર કરવામાં આવ્યો છે. અહીં વર્ષોથી રોડ, સ્મશાન, બસ સ્ટેન્ડ, અને સિંચાઈના પાણીની તકલીફ ભોગવતા ગ્રામજનોએ મતદાનના દિવસે જ વિરોધ કરતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

ગ્રામજનોએ રોષ ઠાલવતાં કહ્યું કે, અવારનવાર અધિકારીઓ અને સરપંચને રજૂઆત કરવામાં આવી હોવા છતાં તેમને પાયાની સુવિધાઓ મળી રહી નથી. 2022 માં સિંચાઈના પાણીની લાઇન માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પરંતુ હજુ સુધી સિંચાઈનું પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી. 320 મતદારોએ કર્યો મતદાનનો બહિષ્કાર કર્યો છે. ઘટનાની જાણ થતા અધિકારીઓ દોડતા થયા હતાં.

તાપીના મતદાન મથકો પર મતદારો માટે પાણી, મેડિકલની વ્યવસ્થા કરાઈ
વ્યારા: તાપી જિલ્લામાં મતદાનની પ્રક્રિયાનો શુભારંભ થઈ ચૂક્યો છે,ત્યારે લાકશાહીના આ મહાપર્વના રંગમાં રંગાવવા વહેલી સવારથી જ લાભી લાંબી કતારો લાગી છે. અને નાગરિકોમાં મતદાન કરવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.નાગરિકો સહપરિવાર સાથે મતદાન કરવા ઉમટી રહ્યા છે.લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આજરોજ મંગળવારે જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટે ચૂંટણી તંત્રએ પણ નોંધપાત્ર કામગીરી કરી છે.મતદાન મથકે મતદારો માટે પાણી, છાંયડો, મેડિકલ સહિતની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

વ્યારા નગરના વયોવૃદ્ધ મહિલા મતદાન કરી અન્ય નાગરિકો માટે પ્રેરણારૂપ બન્યા
વ્યારા: સમગ્ર તાપી જિલ્લામાં લોકશાહીના મહાપર્વની ઉજવણી જોડાઇ નાગરીકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે, ત્યારે ૧૭૧-વ્યારા વિધાનસભામાં સમાવિષ્ટ કુ.મા.ગાધી પ્રાથમિક શાળા-વ્યારા ખાતે આવેલ મતદાન મથકે પહોંચી વ્યારાના વયોવૃદ્ધ મહિલાએ મતદાન કરીને પોતાની ફરજ અદા કરી અન્ય નાગરિકો માટે પ્રેરણારૂપ બન્યા હતા. વયોવૃદ્ધ મહિલા મતદાતાએ પોતાના દીકરા સાથે મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી.

176 ગણદેવી મત વિસ્તાર માં સવારે 7 થી 11 વાગ્યાં સુધી માં 29.5 ટકા મતદાન નોંધાયું છે. જોકે સવારે ધીમી ગતિ થી શરૂ થયેલા મતદાન માં ધીમે ઘીમે સુધારો જોવા મળે છે. દમણ, દાદરા નગર હવેલીમાં એવરેજ મતદાન રહ્યું હતું. દાદરાનગર હવેલીમાં સવારે 11 વાગ્યા સુધીમાં સરેરાશ 26.77 ટકા જ્યારે દમણમાં 24.11 ટકા મતદાન થયું હતું.

Most Popular

To Top