Madhya Gujarat

જાંબુઘોડા સહિત તાલુકા ના મતદાન મથકો ઉપર વહેલી સવાર થી જ મતદાન કરવા માટે લાઈનો લાગી



આજ રોજ તારીખ 7 મે ના રોજ લોકસભા ચૂંટણી નું મતદાન થઈ રહ્યું છે ત્યારે છોટાઉદેપુર લોકસભા વિસ્તાર માં આવતા જાંબુઘોડા તાલુકા માં વહેલી સવાર થી જ તાલુકા ના તમામ મતદાન મથક ઉપર મતદારો ની લાઈનો લાગી હતી. તમામ મતદારો એ પોતાના પવિત્ર મતનો ઉપયોગ કરી પોતાના મનગમતા ઉમેદવારો ને મત આપ્યો હતો .જેમાં જાંબુઘોડા તાલુકા માં તમામ મતદારો તેમજ સિનિયર સિટીઝન મતદારો માટે વ્હીલચેરની પણ સુવિધા ઓ કરવામાં આવી હતી તેમજ ગરમી નો પારો ઉપર જતા મતદાન મથકો પર મંડપ તેમજ ઠંડા પાણી છાશ જેવી અનેક સુવિધાઓ કરવામાં આવી હતી. ત્યારે આજ રોજ લોકસભા ચૂંટણી નું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું હોવાનું જાણવા મળે છે

Most Popular

To Top