Madhya Gujarat

છોટા ઉદેપુર એસએફ હાઈસ્કૂલના મતદાન મથક ઉપર મત આપવા આવેલાં દિવ્યાંગો પરેશાન, વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં તંત્ર નિષ્ફળ


આજ રોજ યોજાનાર છોટા ઉદેપુર 21 લોકસભા બેઠક માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં છોટા ઉદેપુર નગર ના એસ એફ હાઈસ્કૂલ મતદાન મથક ઉપર મતદાન પ્રક્રીયા માં નગરમાં વસતા દીવ્યાંગ જનો તથા અતિ ઉંમર લાયક સિનિયર મતદારો કે જેઓ ચાલી શકતા નથી તેવા સિનિયર મતદારો એ પણ માટે ઉતસાહ વ્યક્ત કર્યો હતો અને મત આપવાં આવી પહોંચ્યા હતાં, પરતું તેઓ મતદાન મથક ઉપર પ્રાથમિક સુવિધા ના અભાવ ના કારણે દિવ્યાંગ તેમજ ઉંમર લાયક મતદારો પરેશાન થયાં હતાં. દરેક મતદાન મથક માં કરાતી દિવ્યાંગ જનો માટે પ્રાથમિક સુવિધા ઓનો અભાવ હોવાથી દિવ્યાંગ મતદારો સાથે ઉંમરલાયક મતદારો ને હાલાકી ભોગવવી પડી હતી. આવા મતદારો ને સાદી ખુરશીમાં ઊંચકી ને લઈ જવા પડ્યા હતા. જિલ્લાનું વહીવટીતંત્ર દિવ્યાંગ જનો ના મતદાન માટે સુવિદ્યા ઉભી કરવામાં ઉણું ઉતર્યું છે. સાથે સાથે કાળઝાળ ગરમીમાં પાણી ની સુવિધા ઓનો પણ મતદાન મથકો ઉપર અભાવ જણાતો હતો. જો છોટા ઉદેપુર જીલ્લા ના વડા મથક એવા છોટા ઉદેપુર નગરના મતદાન મથકો પર આવી હાલત હોય તો ગ્રામ્ય વિસ્તારના મતદાન મથકો ની સ્થિતી શું હશે એ તો તંત્ર જ જાણે.

Most Popular

To Top