Vadodara

માંજલપુર ખાતે શ્રેયસ સ્કુલ મતદાન મથકે મતદાન માટે આવેલા વૃદ્ધ મહિલાને ચક્કર આવતા પડી ગયા, પરંતુ સ્વસ્થ થતાં મતદાન કર્યું

શહેરના માંજલપુર ખાતે મતદાન મથકે મતદાન કરવા પહોંચેલા સિનિયર મહિલાને ચક્કર આવતા તેઓ પડી ગયા હતા જ્યાં આસપાસના લોકો તથા તેમની સાથેના લોકોએ તેઓને ખુરશી લાવી ઉભા કરી બેસાડ્યા હતા. ગરમીની અસર જેમ જેમ સમય વધી રહ્યો છે તેમ તેમ જોવા મળી રહી છે. ગરમીનો પારો આજે 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે ત્યારે આ સિનિયર સિટીઝન મહિલા ગરમીને કારણે ચક્કર આવતા પડી ગયા હતા જ્યાં મતદાન મથક પર હાજર આરોગ્યની ટીમે દોડી આવી જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી હતી વૃદ્ધ મહિલાએ થોડી સ્વસ્થતા કેળવ્યા બાદ મતદાન કરી યુવાઓ માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Most Popular

To Top