વડોદરા: શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા સીફા કોમ્પ્લેક્સ પાસે GEB દ્વારા કરવામાં આવેલી કામગીરી બાદ મેન રોડની બાજુમાં ભુવો પડી ગયો હોવાનું સામે આવ્યું છે. ભુવો એટલો જોખમી છે કે ગમે ત્યારે કોઈ રાહદારી કે વાહનચાલક તેમાં પડી જવાની શક્યતા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ GEBની કામગીરી પૂર્ણ થયા બાદ સ્થળનું યોગ્ય રીતે સમારકામ કરવામાં આવ્યું નથી, જેના કારણે રોડની બાજુમાં ભુવો પડી ગયો છે. આ માર્ગ પર દિવસભર ભારે વાહનવ્યવહાર રહેતો હોવાથી અકસ્માતની આશંકા વધી ગઈ છે.
સ્થાનિકોએ GEB અને સંબંધિત તંત્ર પાસે તાત્કાલિક ભુવો ભરી માર્ગને સુરક્ષિત બનાવવાની માંગ કરી છે. લોકોનું કહેવું છે કે કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલાં જ જવાબદાર વિભાગે જરૂરી કાર્યવાહી કરવી જોઈએ.