World

ખામેનીને વિદાય આપવા કાળા પોશાક પહેરી હજારો લોકો ભેગા થયા, “બદલો” ના નારા ગુંજ્યા

ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીને અંતિમ વિદાય આપવા માટે શનિવારે લાખો લોકો તેહરાનના ગ્રાન્ડ મોસલ્લા ખાતે એકઠા થયા હતા. શિયા પરંપરા અનુસાર કાળા પોશાક પહેરેલા શોકગ્રસ્તો શોકમાં છાતી પીટતા જોવા મળ્યા હતા. કાર્યક્રમ દરમિયાન, “લોહી વહેશે,” અને “બદલો, બદલો” જેવા નારા લગાવવામાં આવ્યા હતા.

ખામેનીના અંતિમ સંસ્કાર 3 જુલાઈના રોજ તેહરાનમાં શરૂ થયા હતા અને 9 જુલાઈ સુધી ચાલુ રહેવાના છે. શુક્રવારે 100 થી વધુ દેશોના પ્રતિનિધિઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જો કે રશિયા, ચીન, ભારત અને તુર્કી જેવા દેશોના ટોચના નેતાઓ દૂર રહ્યા. ઈરાન તરફથી આમંત્રણ મળ્યા છતાં તેઓએ નીચલા સ્તરના પ્રતિનિધિઓને મોકલ્યા.

દરમિયાન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે યુએસએ ઈરાનને ખામેનીના અંતિમ સંસ્કાર માટે એક અઠવાડિયાની મોહલત આપી હતી. ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમણે માનવતાવાદી ધોરણે આવું કર્યું છે. કાર્યક્રમ પૂર્ણ થયા પછી તરત જ ઈરાને યુએસની શરતો સ્વીકારવાની જરૂર પડશે.

ખામેનીના અંતિમ સંસ્કારની શરૂઆત
ઈરાનના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા ખામેનીના શબપેટીને તેહરાનમાં ઇમામ ખોમેની ગ્રાન્ડ મોસલ્લામાં લાવવામાં આવ્યો હતો. ત્યાંના અંતિમ સંસ્કાર સમારોહમાં અનેક દેશોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. અલી ખામેનીની સાથે તેમની 14 મહિનાની પૌત્રી, પુત્રી, પત્ની અને જમાઈને અંતિમ શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી.

અંતિમ સંસ્કાર માટે તેહરાનમાં કડક સુરક્ષા
અંતિમ સંસ્કાર માટે તેહરાનની શેરીઓમાં ભારે લશ્કરી અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તમામ મુખ્ય રસ્તાઓ, ચોક અને સરકારી ઇમારતોની બહાર સુરક્ષા દળો તૈનાત છે જ્યારે લશ્કરી વાહનો મુખ્ય માર્ગો પર પેટ્રોલિંગ કરે છે. શિયા ઇસ્લામમાં આ મહિનો શોક અને શહાદત સાથે ઊંડો સંકળાયેલો છે. 7મી સદી દરમિયાન આ મહિનામાં ઇમામ હુસૈનની શહાદત થઈ હતી. શિયા ધર્મમાં તેમનું ખૂબ મહત્વ છે. ખામેનીનો વંશ તેમની સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવે છે.

Most Popular

To Top