Charchapatra

ભગવાનને લાલચ ન આપો!

આજકાલ ભ્રષ્ટાચારી અરાજકતાએ માઝા મૂકી છે. સરકારી અધિકારી-કર્મચારીઓ લાંચ લેતા ઝડપાવાના કેસ વધતા જાય છે. અપવાદરૂપ કોઈ પ્રમાણિક-નેક ઈમાનદાર હોય છે. ઘણાં લોકો તો ભગવાનને પણ ભ્રષ્ટાચારી સમજતાં હોય છે. મંદિરમાં જઈને ભગવાનની મૂર્તિ સામે બે હાથ જોડીને માનતા માને કે મારું આ કામ થઈ જાય તો તમારી ગાદીએ રૂ/૧૦૧ અને પાંચ શ્રીફળ ચઢાવીશ, મારી લોટરી લાગે તો તમારા મંદિરમાં રૂ/૫૦૦૦ ફાળો આપીશ, હનુમાનદાદાને કહે, ભગવાન મારી જમીનનો સોદો પતિ જાય અને જમીનના કરોડો રૂપિયા આવે તો ૧ કિલો તેલ, સિંદુર અને ૧૧ નાળીયેર ચઢાવીશ.આમ અનેક માનતા રાખતા હોય છે અને જાણે ભગવાન ભ્રષ્ટાચારી હોય તેમ માનતા રાખીને પ્રલોભન આપીને ભગવાનને ખરીદવાની કોશિશ કરે છે.ભગવાન સૌની પ્રાર્થના સાંભળતો હોય છે તેને પ્રલોભન ન આપો. હા,મહેનત-સંઘર્ષ, પુરુષાર્થ કરો. જરૂર સફળતા આપશે, પરંતુ એક વાત યાદ રાખજો નસીબ સે જ્યાદા ઔર તકદીર સે પહેલે કુછ મિલને વાલા નહિ હૈ.
તરસાડા- પ્રવીણસિંહ મહીડા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top