SURAT

અમરોલીના કોસાડ આવાસમાં શાકભાજીના ધંધાની બબાલમાં તલવાર ઉછળી, એકનું મોત

સુરત: કોસાડ આવાસ ખાતે રહેતા અને શાકભાજીનો ધંધો કરતા પિતા-પુત્રો ઉપર ઝઘડાની અદાવત રાખી બે ભાઈઓ અને તેમના પિતાએ હુમલો કર્યો હતો. હુમલામાં પિતાનું મોત નીપજ્યું છે જ્યારે બંને ભાઈઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અમરોલી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

  • કોસાડ આવાસમાં શાકભાજી વેચવા બાબતે પિતા-પુત્રો ઉપર તલવાર વડે હુમલો, પિતાનુ મોત
  • આરોપી પિતા અને બે પુત્રો સહિત ચાર જમા સામે અમરોલી પોલીસ મથકે ગુનો નોંધાયો

અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમરોલી કોસાડ આવાસમાં રહેતા 25 વર્ષીય શનીભાઈ અતુલભાઈ સોલંકી શાકભાજીનો ધંધો કરે છે. તેમણે અમરોલી પોલીસ સ્ટેશનમાં તેમના પિતાની હત્યા કરનાર અલ્પેશ ભુપતભાઈ ઓગાણીયા, ભુપતભાઈ ગગજીભાઈ ઓગાણીયા, અનીલ ભુપતભાઈ ઓગાણીયા અને દડુભાઈની સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ સોમવારે સાંજે શની તેની પત્ની સાથે મોટા વરાછા ખાતે ટેમ્પો લઈને શાકભાજી અને ફ્રુટ વેચતો હતો. ત્યારે અમરોલી રામચોક ખાતે તેમના પડોશમાં રહેતા અલ્પેશભાઈ તથા તેના પિતા ભુપતભાઈએ તેમની સાથે બોલાચાલી કરતા તમારે શાકભાજી ફ્રુટનો વેપાર કરવા આવવાનું નહીં અહીં આવશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી.

બાદમાં રાત્રે ઓગાણીયા પિતા-પુત્રો શનીભાઈ સોલંકીના ઘરે તલવાર લઈને પહોંચી ગયા હતા અને શનીના પિતા અતુલભાઈને પેટમાં તલવારનો ઘા કરતા પેટના આંતરડા બહાર નીકળી ગયા હતા. પિતાને બચાવવા જતા તેમનો નાનો પુત્ર મહેશને પણ તલવારનો ઘા મરાયો હતો. બાદમાં શનીને પણ ઘા મારતા આજુબાજુના લોકો ભેગા થતા ત્રણેય પિતા પુત્રો ભાગી ગયા હતા. શની તેના પિતા ભુપતભાઈ અને મહેશને હોસ્પિટલમાં ખેસડ્યા બાદ તબીબે ભુપતભાઈને મૃત જાહેર કર્યા હતા. અમરોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top