Gujarat

ભરૂચના ડેડિયાપાડામાં સૌથી વધુ 68.05% મતદાન, અમરેલીમાં સૌથી ઓછું 37.82 મતદાન

સુરત: (Surat) ગુજરાતની 25 લોકસભા સીટો માટે મંગળવારે મતદાન થયું હતું. બપોરે 3 વાગ્યા સુધીમાં ભરૂચ જિલ્લાના (Bharuch District) ડેડિયાપાડામાં સૌથી વધુ 68.05 ટકા મતદાન થયું હતું. જ્યારે રાજ્યના અમરેલી જિલ્લામાં સૌથી ઓછું 37.82 ટકા મતદાન થયું હતું. સવારે બનાસકાંઠામાં મતદાનની ગતિ વધુ જોવા મળી હતી. અહીં કાળઝાળ ગરમીમાં લોકોએ 55.74 ટકા મતદાન કર્યુ હતું. જ્યારે વલસાડમાં 58 ટકા મતદાન થયું હતું. ડાંગમાં પણ 67 ટકા લોકો બપોરે 3 વાગ્યા સુધી મતદાન કરી ચુક્યા હતા. જ્યારે બહુચર્ચિત રાજકોટની સીટ પર બપોર સુધીમાં 46.47 ટકા મતદાન નોંધાયું હતું.

ભરૂચ લોકસભા બેઠક પર બપોરે 3 વાગ્યા સુધી સરેરાશ 54.90 ટકા મતદાન

  • દેડિયાપાડા 68.05%
  • અંકલેશ્વર 49.70 %
  • ભરૂચ 46.90 %
  • જંબુસર 52.64%
  • ઝઘડિયા 60.77%
  • કરજણ 53.52%
  • વાગરા 55.10 ટકા મતદાન

કાળઝાળ ગરમી છતાં લોકો મતદાન કરવા માટે બહાર નિકળ્યા હતાં. બપોરના સમયે પણ મતદાન મથકો પર મતદારોની કતાર જોવા મળી હતી. બપોરે 3 વાગ્યા સુધીમાં બારડોલીમાં 52.38 ટકા, મહુવામાં 52.71 ટકા, કામરેજમાં 38.22 ટકા. માંડવીમાં 57.24 ટકા, માંગરોળમાં 55.08 ટકા, નિઝરમાં 66.54 ટકા તેમજ વ્યારામાં 57.17 ટકા મતદાન નોંધાયું હતું.

ગુજરાતમાં બપોરે 3 વાગ્યા સુધી 47.03% મતદાન
કચ્છ 41.18
જૂનાગઢ 44.47
અમદાવાદ પૂર્વ 43.55
મહેસાણા 48.15
આણંદ 52.49
બનાસકાંઠા 55.74
પાટણ 46.69
સાબરકાંઠા 50.36
ગાંધીનગર 48.99
અમદાવાદ પશ્ચિમ 42.21
સુરેન્દ્રનગર 40.93
રાજકોટ 46.47
પોરબંદર 37.96
જામનગર 42.52
અમરેલી 37.82
ભાવનગર 40.96
ખેડા 46.11
પંચમહાલ 45.72
દાહોદ 46.97
વડોદરા 48.48
છોટાઉદેપુર 54.24
ભરૂચ 54.90
બારડોલી 51.97
નવસારી 48.03
વલસાડ 58.05

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મતદાન કરવા ગયેલ વિકલાંગ, વૃદ્ધ તેમજ અશક્ત મતદારને મતદાન મથક પર હાજર રહેલ પોલીસ જવાનો દ્વારા મદદ કરવામાં આવી હતી. પોલીસ જવાનોએ તેઓને મતદાન મથક સુધી લઈ જઈ તેમનો કિંમતી મત અપાવ્યો હતો. બીજી તરફ અસહ્ય ગરમીનો જોતા તંત્ર દ્વારા મતદાન મથકો પર મંડપ, પાણી વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

Most Popular

To Top