Vadodara

વડોદરા : પંડ્યાબ્રિજ નીચે પેટ્રોલ ભરેલા વેગનમાં આગ

મેજર કોલ જાહેર કરાયો, ત્રણ ફાયર સ્ટેશનના જવાનો સ્થળ પર પહોંચ્યા

ઘટનાસ્થળ પરથી અજાણી વ્યક્તિનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો :

( પ્રતિનિધિ ) વડોદરા તા.8

પંડ્યા બ્રિજ નીચે પેટ્રોલ ભરેલા રેલવે વેગનમાં આગની ઘટનાથી અફરાતફરી મચી ગઈ હતી. રેલવે તંત્રમાં પણ દોડધામ મચી ગઈ હતી. જ્યારે બનાવને પગલે વડીવાડી ,દાંડિયા બજાર અને ટીપી 13 ફાયર સ્ટેશનના જવાનો તાબડતોડ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયરબ્રિગેડના જવાનોએ હાઈટેન્શન લાઈન પાવર સપ્લાય બંધ થતાં આગ કાબુમાં મેળવી હતી. જ્યારે ઘટના સ્થળે વેગનની બાજુમાં જમીન પર સળગી ગયેલા એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે.

વડોદરા ફાયરબ્રિગેડમાં સવારે 06:10 કલાકે કંટ્રોલ રૂમ માં જાણકારી મળી કે પંડ્યા બ્રિજ નીચે પેટ્રોલ ભરેલા રેલવે વેગન માં આગ લાગી છે. જેથી વડીવાડી ફાયર સ્ટેશન, દાંડિયા બજાર ફાયર સ્ટેશન ,TP 13 ફાયર સ્ટેશનના જવાનો ઘટના સ્થળે જવા રવાના થયા હતા. જ્યાં હાઈ ટેન્શન લાઈન પોલ નંબર 396/37 થી 396/39 વચ્ચે NELM થી EULD નામની ટ્રેન વેગન નંબર (BTPN) R -11-27 WR 40080365606, 40059889362 ઉપર આગ લાગી હતી. જ્યારે ઘટના સ્થળે વેગન ની બાજુમાં જમીન પર એક અજાણ પુરૂષ મુતદેહ અંદાજીત ઉંમર વર્ષ 25 થી 28નો મૃતદેહ મળી આવ્યો હતો. જે સળગેલી હાલતમાં હતો. ફાયર બ્રિગેડના જવાનોએ હાઈ ટેન્શન લાઇન પાવર સપ્લાય બંધ થતા આગ કાબુમાં મેળવી હતી. બનાવને પગલે RAILWAY સ્ટાફ જેમાં રેલવે સ્ટેશન સુપ્રીડન વિવેક દીધે , રેલવે સ્ટેશન એસએસ ઓપરેટર બી કે ઝા, RPF સ્ટાફમાં એએસઆઈ વિનોદ રાવત , એએસઆઈ બળવંત સિંગ , એએસઆઈ મહેબૂબ અલી તેમજ GRP સ્ટાફમાં પીએસઆઈ એ.જે.પંડ્યા સાથે 05 પોલીસ કર્મચારીઓ દોડી આવ્યા હતા. આગ પર કાબુ મેળવ્યા બાદ 06:55 વેગન સ્થળ પરથી જવા રવાના કરાઈ હતી. જ્યારે 07:30 સવારે GRP દ્વારા મૃતદેહને એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલ આગ કયા કારણોસર લાગી અને જે મૃતદેહ સળગેલી હાલતમાં મળી આવ્યો તે ઈસમ કોણ છે તે દિશામાં પણ પોલીસે તલસ્પર્શી તપાસ હાથધરી છે.

Most Popular

To Top