Vadodara

વડોદરા : નીટની પરીક્ષામાં પાસ કરાવવાનો ભાવ દશ લાખ, એક ક્લાસના સંચાલકની અટકાયત

પરીક્ષા પાસ કરાવવા વિદ્યાર્થી એક વિદ્યાર્થી દસ લાખ રૂપિયા વસૂલાયા, વડોદરાના સંચાલક સહિત ત્રણ સામે ગોધરામાં ગુનો દાખલ

પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડેન્ટની વ્હોટ્સએપ ચેટના કારણે કૌભાંડ ઉજાગર થયું, એસઓજીએ ગેંડા સર્કલ વિસ્તારમાંથી એક ક્લાસના સંચાલકને દબોચ્યો

વડોદરા તા.9

ગોધરામાં NEETની પરીક્ષામાં ગેરરીતિ કરાતી હોવાનો પર્દાફાશ થયો છે. જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગોધરા તાલુકા પોલીસ મથકે ત્રણ ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. પોલીસે જય જલારામ સ્કૂલ ગોધરાના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરિફ વોરા નામના ઈસમ સામે છેતરપિંડી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ગોધરામાં યોજાયેલી NEETની પરીક્ષામાં સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓની ચોરી કરવાના કૌભાંડમાં ખુલાસો થયો છે. જેમાં વોટ્સએપ ચેટ દ્વારા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. કૌભાંડિઓ દ્વારા વિદ્યાર્થીઓને પેપર કોરું છોડવા સૂચના અપાઈ હતી. પરીક્ષા કેન્દ્ર પર અધિક કલેક્ટરની ટીમે તપાસ કરી હતી. જેમાં સુપ્રિટેન્ડેન્ટની ગાડીમાંથી રૂપિયા 7 લાખ મળ્યા હતા. સુપ્રિટેન્ડેન્ટના મોબાઇલ ચેક વોટસએપ ચેટ મળી હતી. તેમાં 6 વિદ્યાર્થીઓને ચોરી કરાવવામાં આવી હતી તથા એક વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયા લેવાનું નક્કી થયું હતું.
સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગોધરા તાલુકા પોલીસ મથકે ત્રણ ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. જેમાં જય જલારામ સ્કૂલ ગોધરાના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરિફ વોરા નામના ઈસમ સામે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

Most Popular

To Top