National

સંદેશખાલી મામલે મોટો યુ ટર્ન, પીડિતાએ ફરિયાદ પાછી ખેંચી BJP પર લગાવ્યો મોટો આરોપ

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના (West Bengal) સંદેશખાલીમાં (Shandeshkhali) બળાત્કારનો ભોગ બનેલી ત્રણમાંથી એક મહિલાએ તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતાઓ સામેની તેની ફરિયાદ પાછી ખેંચી લીધી છે. અગાવ સંદેશખાલી મામલે બંગાળનુ રાજકારણ ગરમાયું હતું. તેમજ ખુબ હોબાળો અને વિરોધ પ્રદર્શનો પણ થયા હતા.

અસલમાં પશ્ચિમ બંગાળના સંદેશખાલીની રહેવાસી ત્રણ મહિલાઓએ મમતા સરકારના નેતા વિરુધ્ધ બળાત્કારનો ગુનો નોંધાવ્યો હતો. ત્યારે આ ત્રણમાંથી એક મહિલાએ બુધવારે 8 મે ના રોજ તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતાઓ સામેના બળાત્કારના આરોપો પાછા ખેંચી લીધા હતા.

બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલીની રહેવાસી મહિલાએ આરોપ પાછો ખેંચવાની સાથે જ ભાજપ સરકાર ઉપર ગંભીર આરોપો લગાવ્યા હતા. મહિલા કહ્યું કે તેની સામે કોઈ જાતીય શોષણ કરવામાં આવ્યું નથી. આ સાથે જ તેણીએ આરોપ લગાવ્યો કે ભાજપના નેતાઓએ તેણી પાસે કોરા કાગળ પર સહી કરાવી અને પછી પોલીસનો સંપર્ક કર્યો હતો. તેમજ ફરિયાદ નોંધાવીો દીધી હતી.

અહેવાલો મુજબ મહિલાએ કહ્યું હતુ કે, “ભાજપે મારા પર કોરા કાગળો પર સહી કરવા અને બળાત્કારની ફરિયાદ નોંધાવવા માટે દબાણ કર્યું હતું.” ખોટા આરોપો પાછા ખેંચવા બદલ મહિલા હવે ધમકીઓ અને સામાજિક બહિષ્કારનો સામનો કરી રહી હતી. આ અંગે મહિલાએ સંદેશખાલી પોલીસ સ્ટેશનમાં નવી ફરિયાદ પણ નોંધાવી હતી.

આવાસ યોજનાના નામે બનાવટી સહીઓ કરી
પ્રાપ્ત વિગતો મુજબ મહિલાએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ મહિલા મોરચાના સ્થાનિક અધિકારીઓ અને પાર્ટીના અન્ય સભ્યો તેણીના ઘરે આવ્યા હતા. આ પછી તેણીને નકલી ફરિયાદ પર સહી કરવાનું કહેવામાં આવ્યું હતું.

મહિલાએ કહ્યું, “તેઓએ આવાસ યોજનામાં મારું નામ સામેલ કરવાના બહાને મારી સહી માંગી. બાદમાં તેઓ મને પોલીસ સ્ટેશન લઈ ગયા, જ્યાં મને બળાત્કારની ફરિયાદ નોંધાવવાનું કહેવામાં આવ્યું. TMC ઑફિસમાં મારી જાતીય સતામણી કરવામાં આવી ન હતી. મને ક્યારેય મોડી રાત્રે પાર્ટી ઓફિસ જવા માટે દબાણ કરવામાં આવ્યું નથી.’’

મહિલાએ આગળ કહ્યું હતું કે જ્યારથી તેણીએ પોતાનો પક્ષ રજૂ કર્યો છે અને બળાત્કારના આરોપો પાછા ખેંચ્યા છે ત્યારથી તેણીના પરિવારને સ્થાનિક ભાજપ અધિકારીઓ દ્વારા સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડી રહ્યો છે. મહિલાએ કહ્યું, “અમે અસુરક્ષિત અનુભવીએ છીએ અને મેં હવે પોલીસની મદદ માંગી છે.”

સંદેશખાલી રેપ કેસ સ્ટિંગ ઓપરેશનમાં નકલી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો
થોડા જ સમય પહેલા એક સ્ટિંગ ઓપરેશનનો વિડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં એક વ્યક્તિ દાવો કરી રહ્યો છે કે સંદેશખાલીમાં ષડયંત્ર પાછળ પશ્ચિમ બંગાળ વિધાનસભાના વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારીનો હાથ હતો. એક અહેવાલ મુજબ ગંગાધર કોયલ નામના બીજેપી મંડલ (બૂથ) પ્રમુખ વીડિયોમાં કથિત રીતે કહે છે કે સંદેશખાલીની મહિલાઓનું યૌન ઉત્પીડન કરવામાં આવ્યું ન હતું. વિપક્ષી નેતાના આદેશ પર તેણીને ‘બળાત્કાર’ પીડિતા તરીકે જાહેર કરવામાં આવી હતી.

Most Popular

To Top