Madhya Gujarat

કવાંટ તાલુકાના પડવાની ગામે ટેમ્પો પલટી ખાઇ જતાં 3ના મોત

કવાંટ તાલુકાના પડવાની ગામે આઇસર ટેમ્પો ચાલકે ગફલતભરી રીતે હંકારતા ટેમ્પો પલટી ખાઈ જતા સ્થળ પર ત્રણ જણના મોત નીપજ્યા હતા. જયારે ત્રણ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે.

પ્રાપ્ત માહિતી મુજબ કવાંટ તાલુકાના પડવાની ગામે મેનીના ઢાળ પાસે આઇસર ટેમ્પો જી જે ૧૪ ઝેડ ૨૪૭૭નો ચાલક, જેનું નામ ઠામ ખબર નથી, ગફલતભરી રીતે પૂરઝડપે હંકારતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા રોડ નીચે કોતરમાં આઇસર ટેમ્પો ઉતરી ગયો હતો. ટેમ્પોમાં બેઠેલા માણસો પૈકી સકદાભાઈ માલજીભાઈ ભીલ- ઉમર વર્ષ ૫૮, રહે રાંધણપાણી તાલુકા, નસવાડીજિલ્લો છોટાઉદેપુર, કાંતિભાઈ સીમજીભાઈ ડુ ભીલ- ઉંમર વર્ષ ૩૨ રહે તળાવ તાલુકોના માથામાં તથા ગળાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતાં સ્થળ ઉપર મોત થયું હતું. તેમજ નીવલીબેન ઉમર વર્ષ ૪૨ને માથામાં તથા શરીરે ગંભીર ઈજા થતાં વધુ સારવાર માટે લઇ જતા રસ્તામાં મોત થયું હતું. ફરિયાદી જવારા ભાઈ ગુરુજી ભાઈ ડૂ ભીલ, ઉમર વર્ષ ૪૩, રહે રાંધણ પાણી , તાલુકો નસવાડીને હાથના કાંડા ઉપર ફેક્ચર અને ડાબા પગના જાંઘનું હાડકું ભાંગી ગયું હતું . ગાડીમાં બેઠેલા બે યુવતીને ઓછી વધતી જાઓ પહોંચતા. સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આઇસર ટેમ્પાનો ચાલક આઇસર ટેમ્પો મૂકી નાસી ગયો હતો. ગુનાની ફરિયાદ કવાટ પોલીસ સ્ટેશન જવારા ભાઈ ગુરુજી ભાઈ ભીલે કવાટ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી હતી. કવાટ પીએસઆઈ એડી ચૌહાણે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top