Entertainment

પરિણીતી પરણ્યા બાદ પણ ચમકી(લા) ખરી

. પરિણીતી ચોપરા હમણાં તેના પતિ રાઘવ ચઢ્ઢા સાથે લોકસભા ચૂંટણીની દોડધામમાં છે. પતિ રાજનેતા હોય તો તેના માટે એકસ્ટ્રા સમય કાઢવો પડે અને પતિ ‘આપ’ જેવા પક્ષમાં છે એટલે ચિંતા પણ કરવી પડે. લગ્નનું પહેલું જ વર્ષ છે એટલે તે પતિને, પતિના કામને અને સમાંતરે પોતાના કામને પણ સમજી રહી છે. ફિલ્મોમાં પોતાની કારકિર્દી વિસે તે વધારે સભાનતાથી આગળ વધી રહી છે. તે તેની બહેન મનારા ચોપરાના લગ્ન વિશે પણ વિચારે છે, ઘણા માને છે કે પરિણીતી રાજનેતાને પરણી તો મનારા પણ રાજનેતા જ પસંદ કરશે પણ પરિણીતી કહે છે કે એવું નથી હોતું અને દરેકની પોતાની પસંદગી હોય છે. પરિણીતી અત્યારે ‘અમરસીંઘ ચમકીલા’ની પોતાની ભૂમિકાને મળેલી પ્રશંસાને માણી રહી છે અને તેના દિગ્દર્શક ઇમ્તિયાઝ અલી પર ખુશ છે. પિરણીતી સારા દિગ્દર્શકોની હંમેશા પસંદ રહી છે. ‘ઊંચાઈ’ ફિલ્મ સુરજ બડજાત્યા વર્ષો પછી સલમાન ખાનને લઇ ‘પ્રેમ કી શાદી બનાવી રહ્યા છે તો તેમાં સલમાન સાથે પરિણીતી છે. પરિણીતી તેના ફિલ્મના કામ સાથે તના પતિની ચિંતામાં બીજી રીતે પણ છે કારણ કે તેની આંખની સમસ્યા ઊભી થઇ છે અને ઇમરજન્સી સર્જરી કરાવવી પડી છે. જો તેમ ન કરે તો અન્ધ થઇ જવાનો ડર હતો. રાઘવ આ માટે યુકે ગયો છે. પરિણીતી માન્ચેસ્ટર બિઝનેસ સ્કૂલની ઓનર્સ ડિગ્રી પ્રાપ્ત કરી ચુકી છે. યશરાજ ફિલ્મમાં તે પબ્લીક રિલેશન કન્સલ્ટન્ટ તરીકે જ જોડાયેલી પણ લેડીઝ વર્સિસ રિકી બહલમાં તેને રણવીર સીંઘ, અનુષ્કા શર્મા સાથે ભૂમિકા મળી અને પછી ફિલ્મો મળતી ગઇ અને તે ડિગ્રી ભુલી અભિનયમાં નેશનલ એવોર્ડ પણ મળ્યો પછી તો તેને ખાત્રી થઇ ગઇ કે તે ફિલ્મો માટે જ છે. હકીકતે બેન્ડ બાજા બારાત’ના પ્રમોશન વખતે જ તેને જ થયેલું તે ફિલ્મના પરદા માટે બની છે. હવે તે લગ્ન પછી પણ એજ રીતે આગળ વધવા માંગે છે આદિત્ય ચોપરા અને કરણ જોહર તેના પર હંમેશા મહેરબાન રહ્યા છે. યશરાજની ફિલ્મો પછી તેને ‘હંસી તો ફંસી’ મળેલી તે કરણ જોહરની ફિલ્મ હતી અને ત્યાર પછી ‘દાવત-એ-ઇશક’ ફરી આદિત્ય ચોપરાની હતી. યશરાજની ‘મેરી પ્યારી બિંદુ’માં પણ તે જ હતી. પણ તેને રોહિત શેટ્ટીએ ‘ગોલમાલ અગેઇન’માં લીધી ત્યારે તેને થયું કે સારા બેનર અને દિગ્દર્શકોની પસંદ તરીકે સિક્કો મરાય ચુકયો છે. અમોલ ગુપ્તે જેવા દિગ્દર્શક સાથેની ‘સાયના’ બહુ ચાલી નહીં તેનું દુ:ખ છે પણ સુરજ બડજાત્યા સાથે ઊંચાઈના અનુભવને ખાસ માને છે તેના પછીના ક્રમે ઇમ્તિયાઝ અલી જેવા દિગ્દર્શકની તેને ફિલ્મ મળી ત્યારે થયું કે કોઇ સ્પર્ધા ભાવ વિના પોતાના લક્ષ્ય બાબતે સભાન રહેવું. પરિણીતી અત્યારે વરુણ ધવન સાથે ‘સનકી’માં કામ કરી રહી છે. તે કહે છે કે અમારી પેઢીના અભિનેતામાં વધારે વ્યવસાયી શિષ્ટછે એટલે કામમાં વધારે સારા પરિણામ હાંસલ કરી શકાય છે. તેની પાસે ‘શિદ્દત-2’ અને ‘ઝહૂર’ પણ છે. ‘ઝહૂર’ વિશે તે એટલું જ કહે છે કે આ ફિલ્મના વિષય અને ટ્રીટમેન્ટ એવા છે કે પ્રેક્ષકો જોતા રહી જશે. પરિણીતી સારું ગાય પણ શકે છે અને ‘મેરી પ્યાર બિન્દુ’માં ‘માના કે હમ યાર નહીં…’ ‘કેસરી’માં ‘તેરી મિટ્ટી…’, ‘ધ ગર્લ ઓન ધ ટ્રેઇન’માં ‘મતલબી યારીયાં…’ ગાઇ ચુકી છે. •

Most Popular

To Top