SURAT

ધો. 12નું રિઝલ્ટ જાહેર: સુરતના સ્ટુડન્ટ્સ હીરાની જેમ ચમક્યા, A-1 ગ્રેડમાં બાજી મારી

સુરત: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના બે દિવસ બાદ આજે ધો. 12 કોમર્સ અને સાયન્સનું પરિણામ જાહેર થયું છે.આજે જાહેર થયેલા . 12 સાયન્સ અને કોમર્સના રિઝલ્ટમાં ડાયમંડ સિટી સુરતના સ્ટુડન્ટ્સ હીરાની જેમ ચમક્યા છે. એ-1થી માંડીને બી-2 સુધીના ગ્રેડમાં સુરતના સ્ટુડન્ટ્સ અન્ય કેન્દ્રો કરતા આગળ રહ્યાં છે.

સાયન્સમાં સુરતના સ્ટુડન્ટ્સે 87.84 ટકા રિઝલ્ટ મેળવ્યું છે, જ્યારે સામાન્ય પ્રવાહ કોમર્સમાં સુરતનું રિઝલ્ટ 90.45 ટકા રહ્યું છે. જે પાછલા વર્ષ કરતાં વધુ છે. ગયા વર્ષે સાયન્સમાં સુરતનું રિઝલ્ટ 71.15 ટકા હતું, જ્યારે આ વર્ષે તે 87.84 ટકા પર પહોંચ્યું છે. જે ઘણું ઊંચું છે. જ્યારે એ-વન ગ્રેડમાં પણ વિદ્યાર્થીઓના સારા પરિણામ આવ્યાં છે. સારા રિઝલ્ટને પગલે વિદ્યાર્થી, વાલી, અને શિક્ષકોમાં ખુશીની લહેર ફેલાઈ છે.

સુરતનું સામાન્ય પ્રવાહનું પરિણામ 90.45 ટકા આવ્યું છે. જે અગાઉ 73.27 ટકા જેટલું હતું. કુલ 1703 વિદ્યાર્થીઓને એ વન ગ્રેડ મળ્યો છે. વિદ્યાર્થીઓને મળેલી આ સફળતાથી વાલીઓની સાથે વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડી મીઠાઈ ખાઈને ઉજવણી કરી હતી.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધો. 12ની પરીક્ષાનું પરિણામ બે મહિના બાદ જાહેર થયું છે. ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર સવારે 9 કલાકે આ રિઝલ્ટ જાહેર કરાયું હતું. ગુજરાતમાં સૌથી વધુ સુરતમાં એ-1 અને એ-2માં 4382 સ્ટુડન્ટ્સ પાસ થયા છે. ધો. 12 સાયન્સનું સુરત જિલ્લાનું 85.56 ટકા પરિણામ આવ્યું છે, જેમાં 328 સ્ટુડન્ટ્સ એ-1 ગ્રેડ હાંસલ કર્યો છે, જ્યારે 1844 સ્ટુડન્ટ્સે એ-2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. જે ગુજરાતમાં સૌથી વધુ છે. આ ઉપરાંત બી-1 ગ્રેડમાં 2931 અને બી-ટુ ગ્રેડમાં 2994 સ્ટુડન્ટ્સ પાસ થયા છે.

ધો. 12 સામાન્ય પ્રવાહનું સુરત જિલ્લાનું પરિણામ 93.38 ટકા રહ્યું છે. ગુજરાતમાં સૌથી વધુ સુરતના 1703 સ્ટુડન્ટ્સ એ-1 ગ્રેડ સાથે પાસ થયા છે, જ્યારે એ-2 ગ્રેડમાં પણ સુરતના જ 7203 વિદ્યાર્થીઓએ બાજી મારી છે. બી-1માં 9844 અને બી-2માં સુરતના 10013 સ્ટુડન્ટ્સ પાસ થયા છે.

Most Popular

To Top