Vadodara

હોસ્પિટલ પરિસરમાં જ અશક્ત વૃદ્ધ સારવાર થી વંચિત જોવા મળ્યા

એક તરફ ગરમી નો પારો સતત વધી રહ્યો છે ત્યારે અનેક લોકો હીટ વેવના કારણે મોત ને ભેટતા હોવાના સમાચાર પણ જોવા મળી રહ્યા છે ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ પરિસરમાં અશક્ત વૃદ્ધ બળબળતા તાપમાં તરફડતો જોવા મળ્યો હતો. પરંતુ આ જાડી ચામડીના સત્તાધીશો તેમજ કર્મચારીઓએ કોઈ પણ પ્રકારની તકદીર લીધા વિના તેને ત્યાં તરફડતો જ છોડી દીધો હતો.

મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં વડોદરા શહેર જિલ્લા રાજ્ય અને રાજ્ય બહારથી પણ અનેક દર્દીઓ સારવાર લેવા માટે અહીં આવતા હોય છે બીજી તરફ દર્દીઓ માટે એસએસજી હોસ્પિટલમાં અધ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હોવાનું હોસ્પિટલના પ્રશાસન દ્વારા કહેવામાં આવી રહ્યું છે પરંતુ ક્યાંકને ક્યાંક દર્દીઓ હોસ્પિટલમાં રઝડતી હાલતમાં જોવા મળતા હોય તેઓ એક કિસ્સો ફરી પ્રકાશમાં આવ્યો છે. એસએસજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગ પાસે આવેલા ભાથુજી દાદાના મંદિર બહાર એક આધેડ દર્દી બીમાર હાલતમાં તાપમાં જમીન પર પડેલો જોવા મળ્યો છે. પરંતુ આ દર્દીની સારવાર માટે હોસ્પિટલનો સ્ટાફ પણ જાણે આ દર્દીને નજર અંદાજ કરી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે દર્દીની આ હાલત જોઈ એસએસજી હોસ્પિટલના સત્તાધીશો સામે અનેક સવાલો ઉઠ્યા છે.

Most Popular

To Top