Business

શેરબજારનું ધમાકેદાર કમબેક, સેન્સેક્સ 260 પોઈન્ટ અને નિફ્ટી 22000ને પાર

નવી દિલ્હી: ભારતીય શેરબજારના (Indian stock market) નિવેશકોની ગઇકાલે ગુરુવારે કફોડી સ્થિતી થઇ હતી. કારણ કે રોકાણકારોને 5 લાખ કરોડનું નુકશાન થયું હતું. ત્યારે શેરબજાર શુક્રવારે સવારે ગુરુવારે આવેલા આંચકામાંથી બહાર આવ્યું છે. શેરબજારના બંને સૂચકાંકો સેન્સેક્સ (Sensex) અને નિફ્ટીમાં (Nifty) આજે ઉછાળો જોવા મળ્યો હતો.

બોમ્બે સ્ટોક એક્સચેન્જનો બેન્ચમાર્ક સેન્સેક્સ સવારના સેશનમાં 261.81 પોઈન્ટના વધારા સાથે 72665.98 પર ટ્રેડ કરી રહ્યો હતો. તેમજ નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ નિફ્ટી પણ 99.55 પોઈન્ટના વધારા સાથે 22057.05ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ અમેરિકી બજારમાં રાતોરાત ઉછાળા બાદ એશિયન બજારો ઊંચા વેપાર કરી રહ્યા હતા. ત્યારે નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ 1.2 ટકાના વધારા સાથે ટોચ પર રહ્યો હતો. આ સાથે જ ભારતીય શેર બજારમાં નિફ્ટી મેટલ, ઓઈલ એન્ડ ગેસ અને ઓટો ઈન્ડેક્સ 1-1 ટકા વધ્યા હતા. નિફ્ટી ફાર્મા અને હેલ્થકેર ઇન્ડેક્સમાં 0.7 ટકાનો ઉછાળો રહ્યો હતો.

શેર બજારના આજના શરૂઆતના વેપારમાં IT, PSU બેન્ક અને રિયલ્ટીને બાદ કરતાં, અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા રંગમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા, જેમાં FMCG, ફાર્મા, હેલ્થકેર અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ મોખરે હતા. તેમજ સવારે 10 વાગ્યે સેન્સેક્સ 529.55 પોઈન્ટ વધીને 72,933.72 પર અને નિફ્ટી 147.35 પોઈન્ટ વધીને 22,104.85 પર ટ્રેડ કરી રહ્યો હતો.

નિફ્ટીના 50માંથી માત્ર આઠ શેર જ લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. BPCL, ITC, JSW સ્ટીલ, સન ફાર્મા અને એશિયન પેઈન્ટ્સ ટોચના ગેનર હતા, જ્યારે LTIMindtree, Infosys, Grasim Industries, Larsen & Toubro અને Tata કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ ટોપ પર રહ્યા હતા.

આ સાથે જ BSE સેન્સેક્સના 30 શેરોમાંથી 25 શેરોના વેપારમાં વધારો જોવા મળ્યો હતો અને 5 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. ITC શેર 2.13 ટકા અને સન ફાર્માના શેર 1.75 ટકા વધ્યા હતા. JSW સ્ટીલ 1.84 ટકા અને NTPC 1.37 ટકા અને નેસ્લે પણ ટોપ ગેનર રહ્યું હતું.

ચીન ડાઉનગ્રેડ અને ભારત અપગ્રેડ
મની કંટ્રોલના અહેવાલ મુજબ ભારતના નબળા ફંડામેન્ટલ્સ અને સારા નફા છતાં ચીની શેરોમાં વધારાને કારણે સિટીગ્રુપે ચીનને ડાઉનગ્રેડ કર્યું હતું અને ભારતને અપગ્રેડ કર્યું હતું. જણાવી દઇયે કે સિટીગ્રુપ દક્ષિણ આફ્રિકા, દક્ષિણપૂર્વ એશિયા, પોલેન્ડ અને સાઉદી અરેબિયા માટે ફાળવણીને પણ એડજસ્ટ કરે છે.

Most Popular

To Top