Dakshin Gujarat Main

ભરૂચનું સાયન્સમાં 80.09 ટકા અને કોમર્સમાં 92.11 ટકા રિઝલ્ટ

ભરૂચ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસીબી) ગાંધીનગરની માર્ચ-૨૪માં લેવાયેલી ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહ,સામાન્ય પ્રવાહ,વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજસેટ-૨૦૨૪ પરિણામ ગુરૂવારે જાહેર કરાયું છે.

  • ભરૂચ જિલ્લામાં ધો-૧૨માં વિજ્ઞાન પ્રવાહનું ૮૦.0૯ ટકા અને સામાન્ય પ્રવાહનું ૯૨.૧૧ ટકા પરીણામ
  • વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ ભરૂચ કેન્દ્રનું ૮૩.૬૩ ટકા, અને સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ થવા કેન્દ્રમાં 98.૮૪ ટકા

જેમાં ભરૂચ જિલ્લામાં ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ચાર કેન્દ્રોમાં કુલ ૩૦૪૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપતા ૨૪૩૮ વિધાર્થીઓ ઉત્તીર્ણ થતા ૮૦.૦૯ ટકા પરીણામ મેળવ્યું હતું. જેમાં A1-૧૩, A2-૧૯૧, B1-૩૮૯, B2-૫૭૮, C1-૬૦૪, C2-૫૪૦, D-૧૨૩નો વિદ્યાર્થીઓએ ગ્રેડ મેળવ્યો હતો.

ભરૂચ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહના ચાર કેન્દ્રો પૈકી અંકલેશ્વર કેન્દ્રમાં ૭૯ ટકા, સૌથી વધુ ભરૂચ કેન્દ્રમાં ૮૩.૬૩ ટકા,ઝાડેશ્વર કેન્દ્રમાં ૮૩.૩૮ ટકા અને જંબુસર કેન્દ્રમાં ૭૦.૧૬ ટકા મેળવ્યા હતા.

જયારે ભરૂચ જિલ્લામાં ધો-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉત્તર બુનિયાદી પ્રવાહમાં ૭૪૧૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપતા ૬૮૨૬ વિદ્યાર્થીઓ પાસ થતા જિલ્લાને ૯૨.૧૧ ટકા પરીણામ મળ્યું હતું. A1-૫૧, A2-૫૫૩, B1-૧૪૨૩, B2-૨૧૧૧, C1-૧૮૦૩, C2-૮૨૭, D-૫૬ વિધાર્થીઓને ગ્રેડ મેળવ્યો હતો.

ભરૂચ જિલ્લાના કુલ ૯ કેન્દ્રોમાં અંકલેશ્વર કેન્દ્રમાં ૯૧.૪૨ ટકા,ભરૂચમાં ૯૧.૧૩ ટકા,સૌથી ઓછું ઝાડેશ્વરમાં ૮૯.૬૩ ટકા,જંબુસરમાં ૯૦.૯૦ ટકા, નેત્રંગમાં ૯૮.૬૬ ટકા, હાંસોટમાં ૮૯.૮૧ ટકા,વાલિયામાં ૯૧.૯૩ ટકા,સૌથી વધુ થવા કેન્દ્રમાં 98.84 ટકા,અને દયાદરામાં ૯૧.૨૦ ટકા મેળવ્યા હતા.

Most Popular

To Top