Vadodara

બરોડા ડેરીના ટેમ્પામાંથી દૂધ ચોરી ભરાતું હતું ગંદુ પાણી, ફરિયાદ દાખલ

સાવલીના કરચીયા રોડ પર બરોડા ડેરી મા કોન્ટ્રાક્ટ થી ચાલતા ટેમ્પો માંથી દૂધ ચોરીના કૌભાંડ પ્રકરણમાં આજરોજ સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા પામી છે.

સ્થાનિક દૂધ મંડળીઓ હોવાથી દૂધ એકત્ર કરી બરોડા ડેરી ના સ્ટોરેજ માં પહોંચાડવા ટેમ્પો માંથી દૂધનો કેનમાં દૂધમાં ગંદુ પાણી ભેળવવા પ્રકરણમાં ફરિયાદ નોંધાઇ છે, બરોડા ડેરીના સુપ્રીટેન્ડન સંદીપ શાહે નોંધાવી જેમાં સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ માં જણાવેલ છે કે તારીખ 2 .5 .2024 ના રોજ. બરોડા ડેરીના ટેમ્પો માં દૂધની અંદર ભેળસેળ કરી ગંદુ પાણી ઉમેરતા . રૂટ નંબર 53 પર હેરાફેરી કરતા ટેમ્પામાં અદલાબદલી કરીને દૂધમાં ભેળસેળ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવ્યા હતા. દૂધ સંપાદન વહન માટે ટેમ્પો નંબર GJ06-BV-1167 દૂધ સંપાદન ટેમ્પો રૂટ નંબર 1325 થી વર્ક ઓર્ડર ડેરીની શરતોના આધીન સોંપવામાં આવેલ તેમ છતાં તેઓએ શરતોનું ઉલ્લંઘન કરી તેઓ વાહન નંબરGJ-17-XX-3623 ની બરોડા ડેરીની જાણ કર્યા સિવાય મંજૂરી મેળવ્યા સિવાય.તે વાહનમાં તેના ડ્રાઇવર હિતેશ વિક્રમસિંહ રાઠોડ અને કંડકટર ની મીલીભગતથી ટેમ્પો રૂટ નંબર 53 ની સમાવેશ .શેરપુરા. જુનાસંમલાયા .કરચિયા વગેરે દૂધ મંડળીઓનું 822 લીટર દૂધ ભરી બરોડા ડેરીને સુભેલાવ ગામની સીમમાં આવેલ કોલ્ડ સ્ટોરેજ પર લઈ જતા હતા. આ દરમિયાન રસ્તાઓમાં તેઓએ દૂધ ભરેલ કેન 19 જેમાં 822 લીટર દૂધ જેમાંથી તેઓએ ૭૨ લિટર દૂધ જે એક લીટર દૂધ આશરે ૬૦ રૂપિયા લેખે કુલ ૪.૩૨૦/-નું દૂધ કાઢી લઈ તેમાં તેઓએ પાણી ઉમેરી દૂધ ભરેલા કેનોમાં ભેળસેળ કરી તેઓ એ બરોડા ડેરીના કોન્ટ્રાક્ટ ને લગતી શરતોનું ઉલ્લંઘન કરી ડેરી સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરી આર્થિક નુકસાન પહોંચાડેલ જેથી. બરોડા ડેરીના સુપ્રિટેન્ડેન્ટ તેઓના વિરુદ્ધમાં સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top