Business

શેર બજારમાં વિક્રમ સ્થાપિત : સેન્સેક્સ પ્રથમ વખત 52 હજારને પાર : નિફ્ટીમાં પણ ઉછાળો

આજે, સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ (TRADING) દિવસે એટલે કે સોમવાર, શેરબજારમાં તીવ્ર તેજી આવી. આજે બોમ્બે સ્ટોક એક્સચેંજનો ફ્લેગશિપ ઈન્ડેક્સ સેન્સેક્સ (SENSEX) 359.87 પોઇન્ટ (0.70 ટકા) વધીને 51,904.17 ના સ્તર પર ખુલ્યો છે. અને નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE)નો નિફ્ટી 107 અંક એટલે કે 0.71 ટકાના વધારા સાથે 15,270.30 પર ખુલ્યો. આ પછી, માર્કેટ ઓપનિંગમાં જોરદાર તેજી જોવા મળી અને બીએસઈ (BSE) સેન્સેક્સ પ્રથમ વખત 52 હજારને પાર કરી ગયો. 9.24 પર સેન્સેક્સ 476.05 પોઇન્ટ (0.92 ટકા) વધીને 52020.35, જ્યારે નિફ્ટી 128.30 પોઇન્ટ (0.85 ટકા) વધીને 15291.60 પર ટ્રેડ કરી રહ્યો છે.

મોટા શેરના શું હાલ
એચસીએલ ટેક, હીરો મોટોકોર્પ, એચડીએફસી બેન્ક, એસબીઆઈ લાઇફ અને સન ફાર્માના શેરમાં આજે પ્રારંભિક વેપાર લીલો કલર બતાવી રહ્યા છે. સાથે જ અદાણીપોર્ટ્સ , ટેક મહિન્દ્રા, એમએન્ડએમ અને ડિવીઝ લેબના શેર લાલ નિશાન પર ખુલ્યા. 

સેકટોરીયલ ઈન્ડેક્ષ પર નજર
સેકટોરીયલ ઈન્ડેક્ષ પર નજર નાખીએ તો આજે બધા સેક્ટર વધારથી શરૂ થયા. આમાં મીડિયા, પીએસયુ બેંક, રિયલ્ટી, બેંક, ફાર્મા, ફાઇનાન્સ (FINANCE) સર્વિસીસ, ઓટો, એફએમસીજી, મેટલ, આઇટી અને ખાનગી બેંકોનો સમાવેશ થાય છે.

સેન્સેક્સ 812.67 પોઇન્ટ ગયા સપ્તાહમાં વધ્યો
સેન્સેક્સ અગાઉના સપ્તાહમાં 812.67 પોઇન્ટ 1.60 ટકા વધ્યો હતો. સેન્સેક્સની ટોચની દસ કંપનીમાંથી સાત કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. 1,40,430.45 કરોડ વધ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને આનો સૌથી વધુ ફાયદો થયો. મોટા ફાયદામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટીસીએસ, ઇન્ફોસીસ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બજાજ ફાઇનાન્સનો સમાવેશ છે. એચડીએફસી બેંક, હિન્દુસ્તાન યુનિલિવર અને કોટક મહિન્દ્રામાં ઘટાડો થયો.

બજેટ પછીથી શેર બજારમાં ભારે ઉત્સાહ
ખરેખર, કેન્દ્રીય બજેટમાં સુધારાવાદી પગલાની જાહેરાતથી શેર બજારને જોરદાર વેગ મળ્યો છે અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) એ ફેબ્રુઆરીમાં ભારતીય બજારોમાં અત્યાર સુધીમાં 22,038 કરોડની ચોખ્ખી મૂડીનું રોકાણ કર્યું છે. ડિપોઝિટરી ડેટા અનુસાર, આ સમયગાળા દરમિયાન, વિદેશી રોકાણકારોએ શેરમાં રૂ .20,593 કરોડ અને ડેટ પેપર્સમાં 1,445 કરોડનું રોકાણ કર્યું છે. આમ, 1 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી દરમિયાન ચોખ્ખું રોકાણ 22,038 કરોડ રૂપિયા હતું. જાન્યુઆરીમાં એફપીઆઈએ રૂ .14,649 કરોડનું ચોખ્ખું રોકાણ કર્યું હતું. 

પ્રી-ઓપન દરમિયાન શેર બજારની આ સ્થિતિ હતી
સેન્સેક્સ સવારે 9.03 વાગ્યે પ્રી-ઓપન દરમિયાન 321.08 પોઇન્ટ (0.62 ટકા) વધીને 51,865.38 પર હતો. નિફ્ટી 121.70 પોઇન્ટ (0.80 ટકા) વધીને 15,285.00 પર હતો.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top