Madhya Gujarat

નડિયાદની સન્ડે ક્રિ. ક્લબે કોરોના વોરિયર્સનું સન્માન કર્યું

       નડિયાદ: કોરોના કાળમાં પોતાના જીવને જોખમમાં મૂકીને લોકોની સેવા – સુશ્રુષા કરતાં ફ્રન્ટલાઇન વોરિયર્સનું નડિયાદની સન્ડે ક્રિકેટ ક્લબ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

એન.ડી.દેસાઇ હોસ્પિટલના સ્ટાફનું ખાસ કાર્યક્રમમાં સન્માન કરવાની સાથે સાથે સ્મશાનમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના અંતિમ સંસ્કાર કરનાર મહિલાનું પણ ક્લબ દ્વારા વિશેષ સન્માન કરવામા આવ્યું હતું.

નડિયાદ શહેરમાં સન્ડે ક્રિકેટ ક્લબના સભ્યો દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. કોરોના શરૂ થયો ત્યારથી અવિરત સેવા આપી રહેલી એન.ડી.દેસાઇ હોસ્પિલના સ્ટાફને ચાંદીનો સિક્કો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

કુલ હોસ્પિટલના 70 કર્મચારીઓની સાથે સાથે  જી.આઇ.ડી.સી. સ્મશાનમાં કોરોનાગરસ્ત દર્દીઓના દેહના અંતિમ સંસ્કાર કરનારા તારાબેનનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top