National

અઠવાડિયાના પહેલા જ દિવસે મોંઘવારીનો માર : એલપીજી સિલિન્ડર અને પેટ્રોલ – ડીઝલના ભાવમાં વધારો

આ અઠવાડિયાના પહેલા જ દિવસે ( FIRST DAY OF WEEK) દેશના લોકોને મોંઘવારીનો માર પડ્યો છે. અને પ્રાથમિક જરૂરિયાતો સહિતની વસ્તુઓના ભાવ વધારાથી ફરી ગરીબોનું બજેટ ખોળવાય તેવા અણસાર દેખાય રહ્યા છે. આ ભાવ વધારામાં મોખરે એલપીજી (LPG)સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે પેટ્રોલ અને ડીઝલ (PETROL & DIESEL)ની કિંમતમાં પણ લિટર દીઠ 26 પૈસાનો વધારો થયો છે. આ વધારા પછી, સબસિડી વિનાના 14.2 કિલો ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમત વધારીને 769 કરવામાં આવી છે. અગાઉ તે 719 રૂપિયા હતી. આ ભાવ આજથી લાગુ કરવામાં આવ્યો છે. જો કે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં તો પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 89 રૂપિયાની નજીક પહોંચી ગયો છે.

દિલ્હીમાં પેટ્રોલ 89 ની નજીક છે 

એક તરફ કોરોના મહામારી (COVID PANDEMIC)ના પગલે પહેલાથી જ લોકો ત્રસ્ત છે. ત્યાં બીજી તરફ, છેલ્લા એક અઠવાડિયાથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. સોમવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 26 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હી (DELHI)માં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર 89 રૂપિયાની નજીક પહોંચી ગયો છે. આટલું જ નહીં પણ દેશના ઘણા શહેરોમાં પેટ્રોલ 99 નો આંકડો પાર કરી 100 ની નજીક પહોંચી રહ્યો છે. ક્રૂડ ઓઇલના ભાવ પણ મજબૂત થઈ રહ્યા છે. જોકે ભારતમાં પેટ્રોલિયમ (PETROLEUM)ની કિંમત ભારતીય બાસ્કેટમાં આવતા ક્રૂડ તેલ પર આધારીત છે, પરંતુ ભાવની અસર 20 થી 25 દિવસ પછી જોવા મળે છે. 

મોટા શહેરોમાં આ ભાવ છે 

આ વધારા પછી દિલ્હીમાં પેટ્રોલ 88.99 રૂપિયા અને ડીઝલ 79.35 રૂપિયા થઈ ગયું છે. અને અન્ય મેટ્રો સીટીની વાત કરવામાં આવે તો મુંબઇમાં પેટ્રોલ 95.46 રૂપિયા અને ડીઝલ 86.34 રૂપિયા, ચેન્નઇમાં પેટ્રોલ રૂ. 91.19 અને ડીઝલ રૂ .84.44 અને કોલકાતામાં પેટ્રોલમાં 90.25 રૂપિયા અને ડીઝલમાં 82.94 રૂપિયાનો વધારો કરાયો છે. જેની સાથે જ લગભગ તમામ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ ઉંચાઇ પર ચાલી રહ્યા છે. ઘણા શહેરોમાં પેટ્રોલ 95 રૂપિયાને પાર કરી ગયું છે. છેલ્લા એક વર્ષમાં પેટ્રોલમાં પ્રતિ લિટર રૂ. 18 થી વધુનો વધારો થયો છે.

રાજસ્થાન (RAJSTHAN)માં રવિવારે પેટ્રોલના ભાવ રૂ.99 પ્રતિ લિટરને પાર કરી ગયા છે. જ્યારે છઠ્ઠા દિવસે પેટ્રોલના ભાવવધારા બાદ ડીઝલ રૂ.91ની સાથે ટોચની સપાટીએ પહોંચી ગયું હતું.રાજ્યની માલિકીની ફ્યુઅલ રિટેલરોની પ્રાઈસ નોટિફિકેશન મુજબ, પેટ્રોલના ભાવમાં લિટર દીઠ 29 પૈસા અને ડીઝલના ભાવમાં 32 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top